સોનમ કપૂરનાં લગ્ન સમારંભમાં આ ગ્લેમરસ કપલ્સ પર રહેશે સૌની નજર

મુંબઇ: સોનમ કપૂર પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે ૮ મેના રોજ મુંબઇમાં લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સવારે યોજાશે અને તેની અલગ અલગ વિધિઓ માટે ત્રણ અલગ અલગ જગ્યા પસંદ કરાઇ છે. આ ઉપરાંત કપૂર ફેમિલીએ લગ્નમાં સામેલ થવા માટે જે મહેમાનોને આમંત્રણ આપ્યું છે તેમાં બોલિવૂડથી લઇને ક્રિકેટ દુનિયાની સેલિબ્રિટીઝ પણ સામેલ છે. લગ્નમાં આ જોડીઓ પર સૌની નજર રહેશે.

એક તો અનુષ્કા અને વિરાટ તેમજ દીપિકા અને રણવીરની રાહ જોવાશે. કપૂર ફેમિલીએ દીપિકા-રણવીર અને અનુષ્કા-વિરાટને આમંત્રણ મોકલ્યું છે, પરંતુ હવે સવાલ છે કે શું આ જોડીઓ સોનમના લગ્નમાં પહોંચશે? ૧ મેના રોજ પોતાની બર્થ ડે મનાવ્યા બાદ અનુષ્કા શર્મા ખૂબ જ બિઝી થઇ ગઇ છે. તેણે આનંદ એલ.રાયની ફિલ્મ ઝીરોના ફાઇનલ શેડયૂલ માટે અમેરિકા જવાનંુ છે. તેનો હસબન્ડ વિરાટ કોહલી પણ હાલમાં આઇપીએલમાં બિઝી છે. ૭ મેના રોજ વિરાટની ટીમની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે છે. આવા સંજોગોમાં આ બંનેનું લગ્ન એટેન્ડ કરવાનું મુશ્કેલ બની ગયું છે.

સોનમનાં લગ્નમાં દીપિકા પાદુકોણ અને રણવીરસિંહને પણ ઇન્વિટેશન મોકલાયું છે. દીપિકા હાલમાં ન્યૂયોર્કમાં છે અને ૭ મે એટલે કે સોનમના મહેંદીવાળા દિવસે તે એમઇટી ગાલામાં આવવાની છે. ત્યાર બાદ તે કેન ફિલ્મ ફેસ્ટિવલના રેડકાર્પેટ પર વોક કરશે. આ ઉપરાંત રણવીરસિંહ પણ પોતાના ટીવી પ્રોજેકટમાં બિઝી છે.

રણબીર-આલિયા પોતાની અપકમિંગ મૂવી બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં બિઝી છે. બંને એકબીજા સાથે હંમેશાં કવોલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યાં છે. આવા સંજોગોમાં શૂટિંગમાં બિઝી હોવાને કારણે શું તેઓ સોનમનાં લગ્નમાં પહોંચશે? તેના પર સૌ કોઇની નજર રહેશે.

You might also like