અમદાવાદ સહિત દેશનાં સાત એરપોર્ટ પર હવે હેન્ડબેગ પર સિકયોરિટી ટેગ નહીં લાગે

અમદાવાદ: અમદાવાદ, દિલ્હી અને મુંબઇ સહિતના સાત એરપોર્ટ પર હવે હેન્ડબેગ પર સિકયોરિટી ટેગ લગાવવો પડશે નહીં. સરકારે એવો નિર્ણય કર્યો છે કે અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટ ખાતે હેન્ડબેગ પર સિકયોરિટી ટેગ લાગશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે સિકયોરિટી ટેગ નહીં લગાવવાની ટ્રાયલ સાત એરપોર્ટ પર શરૂ કરી હતી અને તે સફળતા હવે તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. સરકારનાં આ પગલાંથી વિમાની પ્રવાસીઓનો સમય પણ બચી જશે.
બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિકયોરિટી (બીસીએએસ)એ જણાવ્યું છે કે એર ઓપરેટર એ નિશ્ચિત કરે કે તમામ પ્રી-એમ્બાર્કેશન સિકયોરિટી ચેક પોઇન્ટસ (પીઇએસસી) પર જરૂરી મોનિટરિંગ સિસ્ટમ ગોઠવે. ભારતમાં બેગ્સ પર સિકયોરિટી ટેગિંગ ૧૯૯રથી ચાલતું હતું અને માત્ર આપણા એક દેશમાં જ આ સિસ્ટમ અમલમાં હતી. આ અગાઉ સીઆઇએસએફએ જણાવ્યું હતું કે સિકયોરિટી ટેગિંગને ટ્રાયલ બેઝ પર હટાવવામાં આવી રહ્યું છે અને તેનો હેતુ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સિકયોરિટી પ્રક્રિયા સરળ બનાવવાનો છે.

ફુલ બોડી સ્કેનર અને પ્રાઇવસીના મુદ્દે સીઆઇએસએફએ જણાવ્યું છે કે આ સ્વૈચ્છિક આધારે હશે. જો કોઇ પ્રવાસી લાંબા સિકયોરિટી ચેકમાંથી પસાર થવા માગતા ન હોય તો તેનો ઓપ્શન મેળવી શકે છે. આ ઓપ્શન હેઠળ માત્ર ચાર સેકન્ડમાં જ બોડી સ્કેન થશે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આ સ્કેનિંગ કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like