અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આત્મઘાતી હુમલો, 13નાં મોત, 20 વધુ ઘાયલ

જલાલાબાદ: અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બ્લાસ્ટ થયો છે. તેમાં 13 લોકોના મોત નિપજ્યાં હોવાના સમાચાર છે તો બીજી તરફ 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ નનગરહર વિસ્તારમાં પ્રોવિન્શિયલ કાઉન્સિલના મેમ્બર ઓબેદુલ્લાહ શિનવારીના ઘરની નજીક થયો. જ્યારે હુમલો થયો તો શિનવારીના ભાઇની મુક્તિની ઉજવણી ચાલી રહી હતી. શિનવારીના ભાઇ તાલિબાનની 9 મહિનાની કેદથી છૂટીને ઘરે પરત ફર્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં શિનવારીના પિતાનો પણ સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વી અફઘાનિસ્તાન શહેર જલાલાબાદમાં બુધવારે પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસ નજીક એક આત્મઘાતી વિસ્ફોટ અને ત્યારબાદ ગોળીબારી થઇ, જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા.

You might also like