પાક.ના સિંઘ પ્રાતની દરગાહ પર બોમ્બ બ્લાસ્ટ : 80નાં મોત 100 ઘાયલ

પેશાવર : પાકિસ્તાનનાં સિંઘ પ્રાંતમાં ગુરૂવારે સાંજે મશહર લાલ શાહબાજ દરગાહ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 50 લોકોનાં મોત નિપજ્યા જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટમાં મૃતકનો આંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બોમ્બ બ્લાસ્ટમાં ઇજા પામેલા લોકોમાંથી મોટાભાગનાં લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની પૃષ્ટી કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર દરગાહ પર કલંદર ઉજવણી ચાલી રહી હતી. દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયો હતો. નોંધનીય છે કે તમામ દરગાહો પર પરંપરાગત રીતે આ ઉજવણી કરવામાં આવી હતી.

પાકિસ્તાનનાં એક સમાચાર પત્રએ તાલુકા મેડિકલ હોસ્પિટલનાં સુત્રોએ જણાવ્યા મુજબ 50 લોકોના દેહ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. 100થી વધારે લોકો ઘાયલ છે અને તેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. હાલ આ બ્લાસ્ટ અંગે કોઇ પણ સંગઠને જવાબદારી સ્વિકારી નથી.

You might also like