કિર્ગિસ્તાનમાં ટર્કિશ એરલાયન્સનું વિમાન ઘરમાં ઘૂસ્યું, 32નાં મોત

બિશકેક: કિર્ગિસ્તાનના રહેણાંક વિસ્તારમાં ટર્કિશ એરલાયન્સનું કાર્ગો પ્લેન ક્રેશ થઇ જવાના કારણે 32 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં બની હતી. કિર્ગિસ્તાનના ઓફિસરોએ આ વાતની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી અનુસાર આ વિમાન ગોન્ગ કોન્ગથી ઇસ્તામ્બુલ જઇ રહ્યું હતું.

ઓફિસરના જણાવ્યા અનુસાર ટર્કિશ એરલાયન્સનું બોઇંગ 747 પ્લેન માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી થોડાર અંતર પર ક્રેશ થઇ ગયું હતું. સરકારના પ્રવક્તા મુજબ વિમાન ઇંધણ લેવા માટે એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું પરંતુ એ પહેલા રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ ગયું અને એ કારણે 15 ઘરોનો નાશ થઇ ગયો હતો.


ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો હતા. હાલમાં ક્રેશના કારણે લાગેલી આગને ઓલવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓફિશેલ્સના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સની સંખ્યા હજુ સુધી જાણી શકાઇ નથી પરંતુ કોઇ યાત્રી નહતા.

કિર્ગિસ્તાનના ઉપ પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

You might also like