પાકિસ્તાનની સૂફી દરગાહમાં આત્મઘાતી હુમલો, 13નાં મોત અને 20 ઘાયલ

પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં એક સૂફી દરગાહ ગુરૂવારે થયેલ હુમલામાં એક પોલીસકર્મી સહિત 13 લોકોનાં મોત થયા છે તેમજ 20 લોકો ઘાયલ થયાં છે.

ઉપાયુક્ત અસાદુલ્લાહ કાકરે જણાવ્યું કે પ્રાંતનાં ઝલ મગ્સી જિલ્લાની પ્રખ્યાત દરગાહ ફતેહપુરમાં એક આતંકીએ ઘૂસવાનો પ્રયાસ કર્યો અને પોલીસ દ્વારા રોકવામાં આવતા તેને પોતાની જાતને પણ ઉડાવી દીધી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાસ્થળેથી દરેક મૃતદેહ નિકાળી દેવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાંક લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. અને આ ઘટનામાં મરવાવાળાઓની સંખ્યા વધવાની આશંકા દર્શાવાઇ રહી છે. ગુરૂવાર હોવાંને લીધે દરગાહ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ હતી. દરગાહ પરિસરમાં પારંપરિક ધમાલ નૃત્યનું આયોજન પણ કરવામાં આવી રહ્યું હતું.

બલૂચિસ્તાનનાં ગૃહમંત્રી મીર સરફરાઝ બુગ્તીએ કહ્યું કે અત્યાર સુધીની તપાસ કરતા માલૂમ થયું કે આ એક પ્લાનીંગથી ઘડવામાં આવેલ હુમલો હતો. આ ઘટના અંગે હજી વધુ તપાસ હાથ ધરાઇ રહી છે તેમજ ઘાયલોને પણ જિલ્લાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. હજી સુધી આ હુમલાને એટલે કે આ ઘટનાને લઇ કોઇ પણ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી. પરંતુ આ ઘટના પાછળ જવાબદાર તાલિબાન પણ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બલૂચિસ્તાનમાં જ શાહી નૂરાહી દરગાહ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 52 લોકોનાં મોત થયા હતાં અને 102 લોકો ઘાયલ ગયા હતાં.

You might also like