રોહિંગ્યા શરણાર્થીઓથી ભરેલી નાવ પલટી જતાં 12નાં મોત, અનેક લાપતા

રોહિંગ્યા શરણાર્થીઓથી ભરેલ એક હોડી પલટી મારવાથી ઓછામાં ઓછાં 12 લોકોનાં મોત થયાં છે અને અન્ય કેટલાંક લોકોનાં લાપતા હોવાનાં સમાચાર પણ પ્રાપ્ત થયા છે. મૃત પામનાર તેમજ લાપતા થનાર સંખ્યામાં મોટે ભાગે બાળકો પણ શામેલ છે. તટરક્ષક અને સીમા સીમાસુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે હોડીમાં ક્ષમતા કરતા પણ વધારે લોકો મુસાફરી કરતા હતાં કે જ્યારે રવિવારે રાત્રે નદીમાં હોડી ડૂબી. આ નદી મ્યાનમારને બાંગ્લાદેશથી અલગ કરે છે.

બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશનાં અધિકારી અબ્દુલ જલીલે જણાવ્યું કે પૂરી રાત ચલાવવામાં આવેલ અભિયાન બાદ 12 મૃતદેહો મેળવવામાં આવ્યા અને એમાં 10 બાળકો, એક વૃદ્ધ મહિલા તેમજ એક પુરૂષ પણ શામેલ છે. આ હોડીમાં લગભગ 100 લોકો સવાર હતાં. એરિયા કોસ્ટ ગાર્ડ કમાન્ડર અલાઉદ્દીન નયનનાં જણાવ્યા અનુસાર આ હોડીમાં મુસાફરી કરનાર લગભગ 40 લોકો રોહિંગ્યા મુસ્લિમ છે.

માહિતી અનુસાર આ ઘટનામાં બચેલ એક વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું કે હોડી એ ઊંચી લહેરો દ્વારા અને ખરાબ વાતાવરણને લીધે પલટી છે. વધુમાં ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં એક હોડી પલટી ખાતાં જ 60થી પણ વધારે રોહિંગ્યા લોકોનાં મોત થયાં હતાં.

You might also like