ટયુનીશીયામાં આતંકી હુમલો ૧રના મોતઃ કટોકટી જાહેર

ટયુનીશ: ટયુનીશીયાના રાષ્ટ્રપતિના અંગરક્ષકોની બસ ઉપર થયેલા બોંબ હુમલામાં ઓછામાં ઓછા ૧ર લોકોના મોત થયા છે તે પછી સમગ્ર દેશમાં કટોકટી લાદી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં હાજર રહેલા બધા લોકોના મોત થયા છે. આ હુમલો રાજધાનીના મોહંમદ વી. એવન્યુમાં થયો હતો. હુમલામાં ર૦ને લોકોને ઇજા થઇ હતી. રાજધાનીમાં કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ સ્વીત્ર્ઝરલેન્ડની મુલાકાત પણ રદ્ કરી છે. તેમણે કહ્યુ હતુ કે, આ દુઃખદ ઘટનાને કારણે હું ૩૦ દિવસ માટે કટોકટીની જાહેરાત કરૃ છું અને ટયુનીશ રાતે ૯ થી સવારે પ સુધી કર્ફયુની જાહેરાત કરૃ છું.

જો કે હજુ સુધી આ હુમલા માટેકોઇએ જવાબદારી લીધી નથી પરંતુ ર૦૧૧માં દેશના તાનાશાહ શાસક જૈન અલ આબીદ્દીન બેનઅલીને સત્ત્।ાથી હટાવાયા બાદ ટયુનીશીયા ઇસ્લામિક હિંસાનો શિકાર બનતુ રહ્યુ છે. આ વર્ષે બે હુમલા થયા હતા તેની જવાબદારી આઇએસઆઇએસએ લીધી હતી.

You might also like