CM કાર્યલયમાંથી પકડાય છે વોન્ટડ આરોપીઓ: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

ગાંધીનગર: રાજકોટની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી હોવાના વિધાનસભામાં આક્ષેપો થયા હતા. રાજકોટ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઉગ્ર વિરોધ કરતા સભામાં કહ્યુ હતુ કે CM કાર્યાલયમાંથી જ આરોપીઓને બચાવવા ભલામણોના ફોન કરવામાં આવે છે. પેટા ચુંટણીમાં દરમિયાન CMના કાર્યાલયમાંથી વોન્ટેડ આરોપી પકડાયા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરુના વિધાનસભામાં આક્ષેપોથી ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. બાદ અધ્યક્ષ દ્વારા આ મામલે ઇન્દ્રનીલ પાસે માફી માંગવાનું કહેવામાં આવ્યુ હતુ ત્યારે ઇન્દ્રનીલે તેને નકાર્યુ અને કહ્યું કે મારા શબ્દો ખોટા પડશે ત્યારે હું માફી માંગીશ.

કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રનીલે CM પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે વિજય રુપાણીનું રાજકોટ હવે અસલામત બન્યું છે. આક્ષેપો કરતા કહ્યું હતુ કે પોલીસ કમિશ્નર સારા હોવા છતાં તેની નીચે ફરજ બજાવતો સ્ટાફ રાજકીય નિમણુંક દ્વારા ચાલતો હોવાથી કમિશ્નર કામ કરી શકતા નથી. ઇન્દ્રનીલ રાજ્યગુરુના આરોપથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉશ્કેરાઇ તેના જવાબમાં કહ્યું હતું કે ઇન્દ્રનીલ દારુ પીવાની પરમીટ ધરાવે છે અને દારુ પીનારા CM ઉપર આરોપ મુકે છે.

You might also like