વિક્રમ સંવત ૨૦૭૫નાં નવા વર્ષમાં લગ્નનાં મુહૂર્ત ૬૧ દિવસ

વિક્રમ સંવત ૨૦૭૫ના વર્ષની શરૂઆતે જ આવી રહેલા ડિસેમ્બર માસમાં લગ્નનાં માત્ર બે જ શુભ મુહૂર્ત છે. ૧૨ અને ૧૩ ડિસેમ્બર ઉપરાંત આખા વર્ષના માત્ર ૬૧ દિવસ શુભ મુહૂર્ત માટે જાહેર થયા છે. છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન બીજી વાર આટલી મોટી સંખ્યામાં લગ્નનાં મુહૂર્ત નીકળ્યાં છે. દેવ ઊઠી અગિયારસ પછી ઘણાં વર્ષ બાદ ચાલુ માસમાં લગ્ન નથી. ડિસેમ્બરના બે દિવસ પછી ઉત્તરાયણ પૂરી થતાં કમુરતાં બાદ ૧૮ જાન્યુઆરીથી લગ્નનો દોર શરૂ થશે.

જાન્યુઆરી બાદ સાત મહિનામાં માત્ર ૫૯ દિવસ જ લગ્નનાં મુહૂર્ત રહેશે. તેની સામે ગત વર્ષે વિક્રમ સંવતમાં ૪૯ દિવસ લગ્નનાં મુહૂર્ત હતાં. વિક્રમ સંવત ૨૦૭૫ના શરૂ થયેલા નવા વર્ષમાં લગ્નના દિવસો ઓછા હોવા છતાં લગ્નની ભરમાર રહેશે.

ગયા વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં લગ્નનાં મુહૂર્ત ન હતાં. સામાન્ય રીતે નવેમ્બર માસમાં ચારથી પાંચ મુહૂર્ત નીકળતાં હોય છે, પરંતુ ચાલુ માસમાં એક પણ લગ્નનું મુહૂર્ત નથી. તેમ છતાં છેલ્લાં ૧૦ વર્ષનાં લગ્નનાં મુહૂર્તમાં ૬૦ કરતાં વધારે દિવસ શુભ મુહૂર્ત માટે મળ્યા છે.

આ વર્ષે દેવ ઊઠી એકાદશી ૧૯ નવેમ્બરે છે. કારતક સુદ સાતમના રોજ ગુરુનો અસ્ત અને કારતક વદ ચતુર્દશીએ ગુરુનો ઉદય થતાં લગ્નનાં મુહૂર્ત ૧૨ અને ૧૩ ડિસેમ્બરે જ હશે. ૧૭ ડિસેમ્બરથી ધનારકની શરૂઆત થાય છે. ત્યાર પછી જાન્યુઆરી મહિનામાં ૧૮મીએ જ લગ્નનાં મુહૂર્તની શરૂઆત થશે. તે પછી સાત મહિના માટે ૫૯ દિવસ શુભ મળશે.

લગ્નનું છેલ્લું મુહૂર્ત અષાઢ સુદ દશમ છે. ત્યાર પછી વિક્રમ સંવત ૨૦૭૬માં લગ્ન મુહૂર્ત ૮ નવેમ્બર, કારતક સુદ બારસથી શરૂ થશે. ચાલુ માસે ગુરુનો અસ્ત હોવાથી લગ્નનાં મુહૂર્ત નથી. ૧૭ જાન્યુઆરીએ ધનારકની શરૂઆત બાદ ૧૪ જાન્યુઆરી સુધી કોઇ મુહૂર્ત નથી. ૧૫ માર્ચથી મીનારક શરૂ થશે. ૧૬ માર્ચથી હોળાષ્ટક શરૂ થશે. મીનારક ૧૪ એપ્રિલે સમાપ્ત થશે. ત્યાર બાદ ૧૧ જુલાઇ સુધી ભરપૂર લગ્નનાં મુહૂર્ત રહેશે, જે જુલાઇમાં પૂરાં થશે.

You might also like