અસ્થમાના દર્દીઓને માઈગ્રેનની પીડા વધુ થાય છે

માથાના દુખાવાની સમસ્યા અસ્થામાના દર્દીઓમાં વધારે જોવા મળે છે. અસ્થમાના દર્દીઓને જ્યારે અા સમસ્યા હોય ત્યારે તેઓ સહન ન કરી શકે. એ હદે માથુ દુખે છે.

અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે અસ્થામાના અવાર-નવાર હુમલા અાવતા હોય એવા દર્દીઓને ક્યારેક ક્યારેક માથાનો દુખાવો થતો હોય તો તે ક્રોનિક માઈગ્રેનમાં પરિણમે એવી શક્યતાઓ વધુ હોય છે.

રિસર્ચરોએ પુખ્ત વયના ૪૫૦૦ લોકો પર રિસર્ચ કરીને જણાવ્યું કે અસ્થામાની સમસ્યા ધરાવતા માઈગ્રેનના દર્દીઓમાં હુમલાનું પ્રમાણ અને તિવ્રતા વધુ હોય છે.

You might also like