એસોચૈમે મોદી સરકારને આપ્યા 10માંથી 7 પોઈન્ટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બે વર્ષ પુરા થતાં ઉદ્યોગ મંડળના એસોચૈમે રવિવારે સરકારના કામોને 10માંથી 7 પોઇન્ટ આપ્યા છે. ઉદ્યોગ મંડળે કહ્યું કે આ સરકારને ટેક્સ વિવાદો અને બેકિંગ સિસ્ટમમાં ફસાયેલ લોન પર વધતી જતી ચિંતાઓ પર હાજુ સુધી કંઇક કરવાની જરૂરિયાત છે.

એસોચૈમે મોદી સરકારના અત્યાર સુધીના કામને 10માંથી 7 પોઇન્ટ આપતાં કહ્યું કે સરકારના કામ પ્રગતિ પર છે. દેશની વ્યાપક આર્થિક સ્થિતિ પર એસોચૈમે કહ્યું કે ‘નિશ્વિત રૂપે રોડ, રાજમાર્ગ, રેલવે અને ઉર્જા ક્ષેત્રમાં કેટલાક સાહસિક પગલાંને ભરીને (અર્થવ્યવસ્થા)ને સંભાળવામાં આવી છે. જો કે સરકારે દેશની મોટી ગ્રામીણ વસ્તી અને કૃષિ ક્ષેત્રની સામે હાજર સમસ્યાના સામના માટે આક્રમક નિતિ અપનાવી છે.

એસોચૈમના અધ્યક્ષ સુનિલ કનોડિયાના અનુસાર, ટેક્સ વિવાદોના નિસ્તારણ, કૃષિ સુધાર, વિનિવેશ અને મહત્વપૂર્ણ જીએસટી ખરડા પર સરકારને હજુ ઘણા કામ કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યુ6 કે એનડીએ સરકારને કાર્ય પ્રગતિ પર છે. સરકાર કહેવું બરોબર છે, જ્યાં સુધી રેલવે અને રાજમાર્ગ ક્ષેત્રમાં કરવામાં આવેલા કામોના પરિણામ સામે આવતા નથી.

કનોડિયાએ આગળ કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ફસાયેલા નાણાને પ્રોત્સાહન આપવું મોટી ચિંતાનો વિષય છે. ખાસકરીને બિઝનેસમાં મંદીને લઇને તેમનું પ્રોત્સાહન ચિંતાજનક છે. આ મામલે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંનેને વધુ ધ્યાનથી કામ કરવાની જરૂરિયાત છે.

You might also like