શહીદ જવાનોના પરિવારને મારૂતિ કુરિયર દ્વારા સહાય, રાજકોટ કલેકટરને આપ્યો ચેક….

જમ્મૂ-કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારજનોને દેશભરમાંથી સહાય મળી રહી છે. જેને લઇને રાજકોટ શહેરમાંથી શહીદ જવાનોનાના પરિવારને મદદ કરવા મારૂતિ કુરિયરના માલિક આગળ આવ્યાં છે.

મારૂતિ કુરિયરના માલિક રામભાઇ મોકરીયાએ 11,11,111 રૂપિયાનો ચેક પુલવામાં આતંકી હુમલામાં શહીદ થનારા પરિવારજ માટે સીઆરપીએફ વાઇવ્ઝ વેલ્ફર એસોસિએશનના નામે આપ્યો છે. મારૂતિ કુરિયરના માલિક દ્વારા 11,11,111 રૂપિયાનો ચેક રાજકોટ શહેરના કલેકટરને એનાયત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેના દ્વારા પીઓકેમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં જૈશના અનેક કેમ્પને નુકસાન પહોંચાડ્યું હતું. મારૂતિ કુરિયરના માલિક દ્વારા આપવામાં આવેલ આ રકમ સીઆરપીએફના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આપવામાં આવશે.

આ અગાઉ પુલવામા આતંકી હુમલાને લઇને શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય માટે રાજકોટ શહેરના રાધાકૃષ્ણ મંદિર, સિનિયર સીટીઝન સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા ગ્રુપ તરફથી 16,116 રૂપિયાની સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

You might also like