સંપત્તિના કેસમાં પુછપરછ માટે વિરભદ્ર સામે સમન્સ

નવીદિલ્હી : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્ર સિંહ સામે તકલીફ વધી ગઇ છે. કારણ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં વિરભદ્ર મુશ્કેલીમાં મુકાયા છે. વિરભદ્રસિંહની આગામી સપ્તાહમાં પુછપરછ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

વીરભદ્ર સિંહ સામે હાલમાં જ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ સંસ્થાએ મની લોન્ડરિંગ એક્ટની જુદી જુદી જોગવાઈ હેઠળ આ કેસ દાખલ કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ સંદર્ભમાં સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખળ કરવામાં આવ્યા બાદ તેની નોંધ લેવામાં આવી છે.

ઇડીના તપાસ કારો વિરભદ્રસિંહના અન્ય સાથીઓની પણ ટુંક સમયમાં જ પુછપરછ કરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સીબીઆઈને શંકા છે કે, ૨૦૦૯-૧૧ના ગાળા દરમિયાન વિરભદ્રસિંહે તેમના અને તેમના પરિવારના સભ્યોના નામે ૬.૧ કરોડનું રોકાણ એલઆઈસી એજન્ટ મારફતે કર્યું હતું. વિરભદ્રસિંહ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે.

You might also like