મહિલાઓને કારની જેમ ઘરમાં પાર્ક કરો તો રેપ નહી થાય : કોડેલા

અમરાવતી : આંધ્રપ્રદેશ વિધાનસભાનાં સ્પિકર શિવ પ્રસાદ રાવે મહિલાઓ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. નિવેદનમાં રાવે કહ્યું કે મહિલાઓને ઘર સુધી સીમિત રાખવામાં આવે તો તેમના પર બળાત્કાર નહી થાય.

જો કે બાદમાં ભુલનો અહેસાસ થતા તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે મહિલાઓએ પોતાની સુરક્ષા માટે માર્શલ આર્ટ શીખવી જોઇએ. મીડિયા રિપોર્ટ અનુસાર તેલુગુ દેશમ પાર્ટીનાં લીડર અને એસેમ્બલી સ્પીકર રાવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલાઓની તુલના કાર સાથે કરી હતી.

જો કારને ખરીદીને ગેરેજમાં મુકી રાખો તો અકસ્માતનો ડર રહેતો નથી. આવુ જ જૂના જમાનામાં થતું હતું. મહિલાઓ હાઉસ વાઇફ હતી. તે ભેદભાવ છોડીને તમામ પ્રકારનાં જુલમ સહન કરતી હતી.

આજે મહિલાઓ ભણી રહી છે, નોકરીઓ કરી રહી છે અને બિઝનેસ પણ કરી રહી છે. તે સોસાયટીમાં એખ્સપોઝ્ડ થઇ રહી છે. આ સ્થિતીમાં તેમની સાથે છેડતી, જુલ્મ, હેરેસમેન્ટ, રેપ અને કિડનેપિંગની ઘટનાઓ વધારે બનાવવાનો ખતકો છે.

You might also like