ગોવામાં અત્યાર સુધી 15 અને પંજાબમાં 12 ટકા વોટિંગ, પર્રિકરે વોટ આપ્યો

નવી દિલ્હીઃ ગોવામાં 40 વિધાનસભા સીટો અને પંજાબમાં 117 સીટો પર વોટિંગ શરૂ થઇ ગયું છે. ગોવામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. જ્યારે પંજાબમાં સવારે 8 વાગે વોટિંશ શરૂ થયું હતું.  અત્યાર સુધીમાં ગોવામાં 15 ટકા અને પંજાબમાં 12 ટકા વોટિંગ નોંધાયું છે. આ  બંને રાજ્યોમાં ત્રિકોણિય જંગ જોવા મળશે. પંજાબમાં જ્યાં શિરોમણી અકાલી દળ અને બીજેપીના ગઠબંધની સરકારે કોંગ્રેસ અને આપ સામે ટક્કર આપવાની રહેશે. જ્યારે ગોવામાં બીજેપી, કોંગ્રેસ અને આપ ત્રણે પાર્ટીઓ ચૂંટણીમાં જીતનો દાવો કરી રહી છે.

ગોવામાં પૂર્વ મુખ્યમંત્રી અને રક્ષામંત્રી મનોહર પાર્રિકરે પણ લાઇનમાં ઉભા રહીને વોટિંગ કર્યું છે. પણજીમાં વોટ નાખ્યા પછી પર્રિકરે કહ્યું છે કે આ વખતે ગત સમય કરતા સારા પરિણામો આવશે. સાથે જ બીજેપી 2/3 બહુમતીથી સરકાર બનાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબ અને ગોવામાં લોકોને રેકોર્ડ વોટિંગનો આગ્રહ કર્યો છે. પીએમએ ટવીટ પર લખ્યું છે કે ખાસ કરીને મારા યુવા મિત્રો પાસેથી મને મતદાનની આશા છે.

http://sambhaavnews.com/

You might also like