UP અને ઉત્તરાખંડમાં ભાજપ, કોંગ્રેસ પંજાબ જીત તો ગોવા મણિપુરમાં આગળ

નવી દિલ્હીઃ નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડની ચૂંટણીના પરિણામોએ ભાજપને કેસરિયા હોલી રમવાની તક આપી છે. રામ મંદિરથી પણ પ્રચંડ મોદી લહેર પર સવાર ભાજપ ઉત્તર પ્રદેશ અને ઉતરા ખંડમાં જીત પ્રાપ્ત કરી છે. પાંચ રાજ્યોનાં ચૂંટણીના પરિણામો શનિવારે આવ્યા હતા. જેમાં ભાજપ ઉત્તર પ્રદેશની કુલ 403 સીટોમાંથી 324 સીટો પર જીત પ્રાપ્ત કરી છે.

જ્યારે 70 સીટના ઉતરાખંડમાં 57 સીટો પર કબ્જો જમાવ્યો હતો. આ સાથે આ બંન્ને રાજ્યોનાં ચૂંટણી ઇતિહાસમાં આ સૌથી મોટી બહુમતીથી ભાજપની જીત થઇ છે. જો કે ભાજપનો પંજાબમાં ભૂંડો પરાજય થયો હતો.

પંજાબમાં ભાજપ અને આપને ફગાવીને કોંગ્રેસે પ્રચંડ બહુમતી સાથે પંજાબ કબ્જે કર્યું છે તો ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સરકાર બનાવવાની સૌથી વધારે નજીક છે. જો કે આ બંન્ને રાજ્યોમાં અપક્ષ ઉમેદવારો કિંગમેકર બને તેવી શક્યતાઓ છે. આ બંન્ને રાજ્યોમાં જોડતોડની રાજનીતિ ચાલુ થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

પાંચ  રાજ્યોની ચૂંટણીના મતગણતરીના આંકડા..

 
ઉત્તર પ્રદેશ
403
ભાજપ+ 324
સપા+ 55
બસપા 19
રાલોદ 0
અપક્ષ 0
અન્ય 5
 
ઉત્તરાખંડ
70
ભાજપ+ 57
કોંગ્રેસ 11
બસપા 0
યુકેડી 0
અન્ય 2
 
પંજાબ
117
અકાલી+ 18
કોંગ્રેસ 77
આપ 20
અપક્ષ 0
અન્ય 2
 
ગોવા
 40
ભાજપ  13
અન્ય  10
કોંગ્રેસ 17
 
મણિપુર
10/60
કોંગ્રેસ  27
TMC  1
ભાજપ 22
અન્ય 10

http://sambhaavnews.com/

You might also like