Exit Pollથી ઉત્સાહિત બીજેપી કાર્યકર્તાએ યૂપીમાં ઉજવણી શરૂ કરી

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ગુરૂવારે સામે આવી ગયો છે. ત્યારે હવે સૌની નજર શનિવારે જાહેર થનારા પરિણામો પર છે. વિવિધ એક્ઝિટ પોલમાં પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપી સરકાર આવશે તેવી વાત સામે આવી છે. જ્યારે પંજાબ અને મણિપુરમાં કોંગ્રેસ સત્તા પર આવશે તેવું સામે આવ્યું છે. ત્યારે યુપીમાં બીજેપી કાર્યકર્તાઓ અત્યારથી જ ઉત્સાહમાં આવી ગયા છે. અહીં અત્યારથી જ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

આરજેડીના લાલુ પ્રસાદ યાદવે તમામ એક્ઝિટ પોલને ન કાર્યા છે અને કહ્યું છે કે અહીં સમાજવાદી અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનની સરકાર બનશે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે એક્ઝિટ પોલ હંમેશા ફેલ જાય છે. બિહારમાં બીજેપી આગળ હોવાનો એક્ઝિટ પોલનો દાવો ખોટો પડ્યો હતો. આ મામલે બીજેપી નેતા યોગી આદિત્યએ કહ્યું છે કે અમે રાજ્યમાં સરકાર બનાવીશું અને અમારે કોઇના પણ ગંઠબંધનની જરૂર નહીં પડે. યોગી પ્રસાદે અખિલેશ પર વાર કરતા કહ્યું કે માયાવતી વિરૂદ્ધ કોઇએ ષડયંત્ર રચ્યું હતું. તે અખિલેશ યાદવ બોલે. સૌની નજર આવતી કાલના પરિણામો પર છે. ત્યારે વિવિધ રાજનેતાઓની એક્ઝિટ પોલને લઇને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તો બીજેપીના કાર્યકર્તાઓમાં તો અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like