આપના મહિલા ધારાસભ્ય સામે ASIને મારપીટ કર્યાનાે આક્ષેપ

નવી દિલ્હી: હિલ્હી પાેલીસના અેઅેસઆઈ આેમપાલે આક્ષેપ કર્યાેે છે કે દિલ્હીના આપના મહિલા ધારાસભ્ય સરિતાસિંહ અને તેમના ડ્રાઈવરે તેમની સાથે મારપીટ કરી હતી. અેઅેસઆઈની ફરિયાદ બાદ પાેલીસે આ બંને આરાેપી સામે કેસ દાખલ કર્યાે છે.

આ અંગે પાેલીસ કર્મચારીઅે કરેલા આક્ષેપ મુજબ રવિવારે સાંજે પૂર્વ દિલ્હીના ઘાેંડા વિસ્તારમાં ધારાસભ્ય સરિતાસિંહ તેમના અેક સંબંધીનાં ઘેર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે તેમની કાર પાર્કિંગ કરવાના મુદે તેમના ડ્રાઈવર અને પાેલીસ વચ્ચે વિવાદ થયાે હતાે. આ દરમિયાન સરિતાસિંહે આેમપાલ નામના અેઅેસઆઈ સાથે ઝપાઝપી શરૂ કરી
દીધી હતી. પાેલીસે આ અંગે વિવિધ કલમાે હેઠળ મહિલા ધારાસભ્ય અને તેમના ડ્રાઈવર સામે કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે પાેલીસના જણાવ્યા અનુસાર ધારાસભ્ય સરિતાસિંહનાે ડ્રાઈવર કાર પાર્ક કરતાે હતાે ત્યારે અેઅેસઆઈ આેમપાલે તેને કાર પાર્કિંગમાં મૂકવા જણાવ્યું હતુ. ત્યારે સરિતાસિંહે તેઆે ધારાસભ્ય હાેવાનું જણાવતા અેઅેસઆઈઅે પણ તેમને પાેલીસ તરીકેની ફરજ બજાવવા દાે તેમ જણાવતાં બંને વચ્ચે વિવાદ થયાે હતાે. આ દરમિયાન ધારાસભ્યના ડ્રાઈવરે આેમપાલ પર કાર ચડાવી દેવાનાે પ્રયાસ કર્યાે હતાે. તેમજ પાેલીસ કર્મચારીના બાઈક સાથે કાર અથડાવી હતી. બાદમાં ડ્રાઈવરે પણ અેઅેસઆઈ સાથે ગેરવર્તન કર્યું હતુ. આ દરમિયાન સરિતાસિંહે પણ આેમપાાલ સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે સરિતાસિંહે પણ પાેલીસ કર્મચારીઅે તેમની સાથે ગેરવર્તણુંક કર્યુ હાેવાનાે આરાેપ લગાવ્યાે હતાે.

You might also like