આસામમાં ભાજપ સરકાર આવતાની સાથે જ ચાલુ થશે તોફાનો : રાહુલ ગાંધી

ગુવાહાટી : આસામમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદથી અહીં રાજકીય હુંસાતુસી ચાલુ થઇ ગઇ છે. આસામનાં કર્બી આંગલોન્ગ જિલ્લાનાં દીફૂમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર પર શાબ્દિક આક્રમણ કર્યું છે. તેમણે કહ્યું કે મોદીજીએ આસામને વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવાયો છે. આસામમાં અમે કોઇ ધર્મની નહી કે જાતીની નહી પરંતુ દરેક વ્યક્તિની સરકાર બનાવીશું.

રાહુલે કહ્યું કે ભાજપની જ્યાં જ્યાં સરકાર આવે છે ત્યાં તોફાનો ચાલુ થઇ જાય છે. હરિયાણામાં 10 વર્ષ સુધી આપણી સરકાર હતી. તે સમયે કોઇ પણ તોફાનો થયા નહોતા. રાહુલે કહ્યું કે વિજય માલ્યા સરળતાથી દેશની બહાર ભાગી ગયો. લલિત મોદી પણ ભાગી ગયો. તેને પાછા લાવવાનો પ્રયાસ નથી કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે મોદી આવે છે, વચન આપે છે અને જતા રહે છે. તમે તમારી જાતને જ પુછો કે મોદીજીએ તમને કેટલા વચનો આપ્યા હતા અને કેટલા પુરા થયા.

જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આસામમાં એક તરફ ગોગોઇ છે અને બીજી તરફ ભાજપની સરકાર પાસે કોઇ સ્થાનીક નેતા જ નથી. અહીં ગોગોઇની સામે વડાપ્રધાન પોતે ઉભા રહ્યા છે. તેમણે કહ્યું કે જો ભાજપની જીત થશે તો આસામનું સંચાલન નાગપુર અને વડાપ્રધાન કાર્યાલય પરથી ચલાવવામાં આવશે. પરંતુ જો અમારી સરકાર બનશે તો આસામનુ સંચાલન દિસપુરમાંથી જ થશે. ભાજપ આખા દેશ પર એક વિચારધારા થોપવા માંગે છે. જ્યારે આપણો દેશ અલગ અલગ વિચારધારાઓમાં માનનારો દેશ છે.

You might also like