ભારતનો અનોખો જિલ્લો ગીનિસ બુક અોફ રેકોર્ડમાં ચમકશે

જોરહાટ: અાસામના માજૂલી અાઈલેન્ડને ભારતનો પહેલો રિવર અાઈલેન્ટ ડિસ્ટ્રિક્ટ જાહેર કરાયો છે. અેટલે કે નદી પર બનેલો પહેલો અાઈલેન્ડ જિલ્લો. અાસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનેવાલે માજૂલી પર કેબિનેટ મિટિંગના થોડા સમય બાદ અા નિર્ણય લીધો.

જોરહાટના ડેપ્યુટી કમિશનર વીરેન્દ્ર મિત્તલે માજૂલીને રાજ્યનો ૩૫૦૦ જિલ્લો જાહેર કર્યો. મુખ્યપ્રધાન સર્વાનંદ સોનેવાલે કહ્યું કે જો અાપણે માજૂલીનો વિકાસ કરવા ઇચ્છીઅે છીઅે તો દરેક વ્યક્તિઅે અા માટે પ્રયત્ન કરવા પડશે. અે ખુશીની વાત છે કે માજૂલીને ભૂપેન હજારિકાના ૯૦મા જન્મદિવસના અવસરે જિલ્લો જાહેર કરાયો છે. ખાસ વાત અે છે કે મુખ્ય પ્રધાન સોનેવાલ માજૂલીથી ચૂંટણી જીત્યા હતા. માજૂલીની વસ્તી લગભગ ૨.૫ લાખ છે. માજૂલી દુનિયાનો સૌથી મોટો નદી પર બનેલી દ્વિપ છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય રસ્તા પરિવહન પ્રધાન નીતિન ગડકરી માજૂલીને જોડનાર ૧૨૨ કિલોમીટરનો રોડ બનાવશે. સાથે સાથે બ્રહ્મપુત્રા નદી પર બે પુલ પણ બનશે.

You might also like