અાસામના પૂરપીડિતોને પતંજલિઅે એક્સપાયર્ડ સામાન વહેંચ્યો હોવાનો અાક્ષેપ

નવી દિલ્હી: પૂરનો સામનો કરી રહેલા અાસામમાં દર વર્ષે લાખો લોકો અા અાફતનો માર સહન કરે છે. સરકાર સહિત તમામ સામાજિક સંગઠનો અા દરમિયાન પૂરપીડિતોની મદદ માટે સામે અાવે છે. બાબા રામદેવ પતંજલિઅે પણ પીડિતોની મદદ માટે રાહત સામગ્રી મોકલી. પરંતુ અા દરમિયાન વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે પતંજલિની એક્સપાયરી ડેટવાળી પ્રોડક્સ પીડિતોમાં વહેંચવાનો અાક્ષેપ લાગ્યો.

મદદની કોશિશ હેઠળ પતંજલિઅે અાસામના મજૂલી જિલ્લામાં લગભગ ૧૨ લાખ રૂપિયાના મૂલ્યનો સામાન મોકલ્યો. જેમાં દૂધ પાવડર અને જ્યુસ મોકલ્યાં પરંતુ અાક્ષેપ અે છે કે રાહત સામગ્રીઅો વહેંચવા લાયક બિલકુલ ન હતી. કેમ કે મોટાભાગનો સામાન એક્સપાયરી ડેટવાળો થઈ ચૂક્યો હતો.

પતંજલિ તરફથી અા અાક્ષેપોનું ખંડન કરાયું છે. જિલ્લા પ્રશાસને કહ્યું કે પતંજલિનો એક્સપાયર સામાન પૂરપીડિતોમાં વહેંચવા દીધો ન હતો. મજૂલીના ડેપ્યુટી કલેક્ટર પલ્લવ ગોપાલ જાઅે જણાવ્યું કે પતંજલિની એક્સપાયરી ડેટ વિતી ચૂકેલો સામાન અાવ્યો હતો પરંતુ પ્રશાસને અા સામાન વહેંચવાની પરવાનગી અાપી ન હતી. બીજી તરફ સ્થાનિક રહેવાસીઅોઅે અાક્ષેપ કર્યો હતો કે પતંજલિનો અા સામાન પૂરપીડિતોમાં વહેંચાયો હતો.  એક્સપાયર સામાન વહેંચવાની ફરિયાદને લઈને એડીસી ચિન્મયનાથને ઘટનાની તપાસ સોંપવામાં અાવી છે.

You might also like