અસમમાંથી સેનાએ પકડી મહિલા ઉગ્રવાદી

અસમ: અસમમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અહીં સેનાએ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન એનડીએફબી સંગઠનની કટ્ટર મહિલા ઉગ્રવાદીને જીવતી પકડી લીધી છે. મહિલા ઉગ્રવાદીને એક ગુપ્ત સુચના બાદ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી.

આ ધરપકડ ભારત અને ભૂટાનના બોર્ડર વિસ્તારમાંથી કરવામાં આવી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સેનાની રેડહાર્ન ડિવીજન સાતમી બટાલિયનને ગુપ્ત સૂચના મળી હતી કે મોસ્ટ વોસ્ટેડ મહિલા ઉગ્રવાદી મિજીંગ બસુમતારી બીટીસીના ચિરાંગ જિલ્લાની ઇન્ડો ભૂટાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક ગામમાં સંતાઇ હતી.

સૂચનાના આધારે સેનાની સિખ રેજીમેન્ટે ડાઇગુંડ ગ્રામીણ અંચલમાં પોતાના લશ્કર સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. કલાકની મહેનત બાદ ડાઇગુંડના જંગલમાંથી પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન એનડીએફબી(સં)ની 23 વર્ષીય મહિલા કમાંડર મિજીંગ બસુમતારીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

એનડીએફબીની આ ઉગ્રવાદી મહિલાની ધરપકડ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ધરપકડ વખતે મહિલા ઉગ્રવાદી પાસેથી હેન્ડ ગ્રેનેડ સહિત કેટલાક આપત્તિજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

આ મહિલા ઉગ્રવાદીને ગુપ્ત સ્થાને રાખવામાં આવી છે. સેનાની વિશેષ ટીમ તેની સાથે પૂછપરછ કરી રહી છે. સેનાના અધિકારીઓનું માનવું છે કે આ મહિલા ઉગ્રવાદી પાસેથી સેનાને મહત્વપૂર્ણ જાણકારીઓ મળી શકે છે.

You might also like