અમેરિકાનો સીરિયા પર હૂમલો મુર્ખતાપુર્ણ કાર્યવાહી : સીરિયન રાષ્ટ્રપતિ

દમિશ્ક : સીરિયામાં રસાયણીક હથિયારો દ્વારા કરવામાં આવેલા હૂમલા બાદ અમેરિકાએ જે પ્રકારની કાર્યવાહી કરતા સૈન્ય સ્થળો પર મિસાઇલ હૂમલો કર્યો તેના મુદ્દે સીરિયન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ બશર અલ અશદનાં કાર્યાલયે અમેરિકી મિસાઇલ હૂમલાને મુર્ખતાપુર્ણ અને બિનજવાબદાર કાર્યવાહી ગણાવી હતી.

રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે અમેરિકાએ જે કાંઇ પણ કર્યું તે મુર્ખતાપુર્ણ અને બિનજવાબદારીપુર્વકનું વર્તન છે. આ વાત અમેરિકાની અદુરદર્શીતા અને હકીકતથી પરે તેનાં રાજનીતિક અને સૈન્ય રીતે દિવાળુ કાઢ્યુ હોવાનું દર્શાવે છે.

સમાચાર એજન્સી સાનાએ જણાવ્યું કે અમેરિકા તરફતી કરવામાં આવેલા આ મિસાઇલ હૂમલામાં નવ સીરિયન નાગરિકોનાં મોત નિપજ્યા જ્યારે બાળકો સહિત 4 લોકો ઘાયલ થયા છે. દમિશ્કમાં થયેલ રાસાયણીક હૂમલા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ત્યાંની સરકારની જવાબદાર ઠેરવ્યા અને તેને ઘાતક હૂમલો ગણઆવ્યો હતો. આ ઘટનામાં સત્તર નાગરિકોનાં મોત નિપજ્યા છે. વોશિંગ્ટને કહ્યું કે આ ઘટના બાદ દમિશ્કમાં 59 ક્રૂઝ મિસાઇલો શાયરત છાવણી પર છોડી હતી.

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે સીરિયામાં હાલની રશિયન સેનાનાં કમાન્ડર્સને પહેલા જ આ અંગે માહિતી આપી દેવાઇ હતી જેથી કોઇ મોટા નુકસાનથી બચી શકાય. સીરિયન સેનાએ તેને ઉત્તેજક કાર્યવાહી ગણાવતા કહ્યું કે અમેરિકી હૂમલામાં 6 લોકોનાં મોત નિપજ્યા છે.

You might also like