વેડિંગ રિસેપ્શનમાં રોમેન્ટિક મુડમાં જોવા મળ્યાં અસિન-રાહુલ

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ અસિન અને માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માના લગ્નનું રિસેપ્શન મુંબઇની 5 સ્ટાર હોટલ ફોર સીજંસમાં રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. શિલ્પા શેટ્ટી, જેકલીન ફર્નાન્ડિઝ, સાજીદ ખાન અને પ્રોડ્યુસર અશ્વિની યાર્ડી સહિત અનેક સેલેબ્સે હાજરી આપી હતી.

asin-marriage-1

રિસેપ્શન દરમિયાન અસિન અને રાહુલ શર્મા સેલ્ફી મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના મિત્રો સાથે સેલ્ફી લીધી હતી. સેલેબ્સે પણ પોત પોતાના ટ્વિટર હેન્ડલ પર રિસેપ્શન દરમિયાન લીધેલી સેલ્ફી પોસ્ટ કરી હતી.

asin-marriage-2અસિન અને રાહુલના લગ્ન 19મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ક્રિશ્ચિયન અને હિન્દુ વિધિથી થયા હતા. આ ફંક્શન પ્રાઇવેટ રાખવામાં આવ્યું હતું જેમાં કપલના ફેમિલી મેમ્બર્સ અને નજીકના મિત્રોને સામેલ કરવામાં આવ્યા હતા.

asin-marriage-5 asin-marriage-4 asin-marriage

You might also like