અસિન અને રાહુલે ક્રિશ્ચિયન વિધિથી કર્યા લગ્ન

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી અસિને મંગળવારે સવારે દિલ્હીમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા. છેલ્લા કેટલાય સમયથી તેમના લગ્ન વિશેની ચર્ચાઓ ચાલી રહી હતી આ દરમિયાન તેમણે આજે સવારે ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યા હતા. અહીં 50 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે હજુ હિન્દુ વિધિથી લગ્ન થવાના બાકી છે. અસિન ક્રિશ્ચિયન છે તેથી તેમણે પહેલાં ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

19 તારીખને સાંજે અસિન અને રાહુલ હિન્દુ વિધિથી લગ્નના બંધનમાં બંધાશે. દિલ્હીના Dusit Devarana રિસોર્ટમાં તેમના લગ્ન યોજાશે. જ્યાં 200 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 19 તારીખે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરીને અસિન અને રાહુલ 23મી જાન્યુઆરીના રોજ મુંબઇમાં રિસેપ્શન પાર્ટી રાખવાના છે. જેમાં બોલિવૂડને આમંત્રિત કરવામાં આવશે.

You might also like