એશિયાઈ શેરબજારમાં ગાબડાં: હેંગસેંગ ૬૫૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: ચીનના જીડીપી ડેટા ૨૫ વર્ષનાં તળિયે આવી ગયા છે. વૈશ્વિક આર્થિક વિકાસને લઇને પણ ચિંતા જોવા મળી છે ત્યારે એશિયાઇ બજારોમાં મોટાં ગાબડાં પડ્યાં છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૩૦૦ પોઇન્ટ, જ્યારે હેંગસેંગ ઇન્ડેક્સમાં ૬૫૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે જાપાની યેનની મજબૂતાઇના કારણે નિકાસ કરતી ઓટો કંપનીના શેર્સ પ્રેશરમાં જોવાયા હતા. જાપાનના શેરબજારમાં ઘટાડાની અસર એશિયાનાં અન્ય શેરબજાર ઉપર પણ પડી હતી. એ જ પ્રમાણે આઇએમએફએ વર્ષ ૨૦૧૬નું વૈશ્વિક ગ્રોથનું અનુમાન ૩.૬ ટકાથી ઘટાડીને ૩.૪ ટકા કર્યો છે તથા ક્રૂડમાં ઘટાડાની અસર ઇક્વિટી બજાર પર તેની અસર નોંધાઇ હતી. તાઇવાન, સિંગાપોરના સ્ટ્રેટ ટાઇમ્સ ઇન્ડેક્સમાં પણ નરમાઇ તરફી ચાલ નોંધાઇ હતી.

You might also like