અમદાવાદ: આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ શેરબજારો રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૨૨૦ પોઇન્ટ તૂટ્યો હતો. વૈશ્વિક ક્રૂડના ભાવમાં પણ ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ૫૬ ડોલર પ્રતિ બેરલની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે. તો વળી ડોલર ઇન્ડેક્સમાં ૦.૦૪ ટકાનો સુધારો નોંધાઇ ૧૦૧.૦૯ની સપાટીએ જોવાયો છે.
આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ શેરબજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી. જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૨૨૩ પોઇન્ટના ઘટાડે ૧૯,૦૬૦ પોઇન્ટની સપાટીએ જોવાયો છે. એ જ પ્રમાણે સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સમાં પણ નવ પોઇન્ટનો ઘટાડો જોવાયો છે. ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવાયો છે, જોકે તાઇવાન શેરબજાર આજે બંધ છે.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એશિયાઇ સહિત વૈશ્વિક બજારોની નજર અમેરિકી શેરબજાર ઉપર મંડાયેલી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની કોંગ્રેસ સમક્ષ પ્રથમ સ્પીચ ઉપર વૈશ્વિક શેરબજારની નજર મંડાયેલી છે.