યુએસ સહિત એશિયાનાં શેરબજાર પ્રેશરમાં

અમદાવાદ: આજે મોટાભાગનાં એશિયાઈ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. વૈશ્વિક કરન્સી બજારમાં જોવા મળી રહેલ મોટી ઊથલપાથલ પાછળ અેશિયાઈ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ચીનનું શાંઘાઈ શેરબજાર અને હોંગકોંગ શેરબજારમાં ૦.૫૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન એપલનાં નબળાં પરિણામને લઈને યુએસ શેરબજારમાં પણ નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સમાં ૧.૧૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે નાસ્ડેક શેરબજાર ઈન્ડેક્સમાં પણ ૧.૧૯ ટકાની નરમાઈ જોવાઈ હતી. જ્યારે એસએન્ડપી ૫૦૦ શેરબજાર ઈન્ડેક્સમાં ૦.૯૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આમ, છેલ્લે ડાઉ ૧૮૦૦૦ની નીચે બંધ જોવાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકી બજારમાં જોવા મળી રહેલી નરમાઈની અસર એશિયાઈ શેરબજારો ઉપર પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે બેન્ક ઓફ જાપાને ગઈકાલે વ્યાજદરની સ્થિતિ યથાવત્ જાળવી રાખતાં એશિયાઈ બજાર પ્રેશરમાં જોવાયું હતું.

You might also like