ભારતની ફરિયાદ કરવા ગયેલ પાક.ને હ્મુમન રાઇટ કમિશને કર્યું હડધુત

ગિલગિત : પાકિસ્તાન ભારત પર કાશ્મીરમાં માનવાધિકારોનાં ઉલ્લંઘનનો આરોપ લગાવવા માટે એશિયન હ્યુમન રાઇટ્સ કમિશન પાસે ગયું હતું. જો કે કમિશને પાકિસ્તાનને તેમ કહીને હડધુત કરી દીધું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં માનવાધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે. કમિશન દ્વારા ગિલગિટ બાલિસ્તાનમાં પાકિસ્તાન પોલીસનાં અત્યાચારો પર નિવેદન બહાર પડાયું હતું. જેમાં જણઆવ્યું કે સમગ્ર દેશનાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પોલીસનો અત્યાચાર દેખાઇ રહ્યો છે.

એશિયન હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા અપાયેલ અહેવાલ અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગિલગિટ બાલિસ્તાન નજીક ચલતાબાલા જિલ્લામાં સ્થાનીક પોલીસ પર પરાણે લોકો પાસેથી નાણા વસુલવા અને લોકો પર અમાનવીય અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવી છે. આટલું જ નહી હાલમાં જ ત્યાનાં સ્થાનીક સમાચાર પત્રોમાં પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા અમાનવીય અત્યારોની સ્ટોરીઓ પણ છપાઇ હતી.

આવી જ એક ઘટનામાં પીઓકેનાં સ્થાનિક નિવાસી મીર શબ્બીર હુસૈનને સ્થાનીક પંચાયતનાં આદેશ નહી માનવાનાં આરોપમાં અમાનવીય માર મારવામાં આવ્યો હતો.મીરને પોતાના જ સંબંધી સાથે જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જેની સુનવણી જીરગા (સ્થાનિક પંચાયત)માં ચાલી રહી હતી. મીરની વિરુદ્ધ આદેશ હતો. જિરગાનાં આદેશ હેઠળ મીરને પોતાનાં ઘરમાં કેટલાક ફેરફાર કરવાનાં હતા. જો કે તે દુબઇ હોવાનાં કારણે તે કામ થઇ શક્યું નહોતું. જેનાં પગલે તે જ્યારે પરત આવ્યો ત્યારે તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

You might also like