એશિયન ગેમ્સઃ મનજીત સિંહે 800 મીટરમાં જીત્યો ગોલ્ડ મેડલ, જૉનસને સિલ્વર

જકાર્તાઃ ભારતનાં મનજીત સિંહ અને જિનસન જૉનસને 18માં એશિયાઇ રમતોની એથલેટિક્સ પ્રતિયોગિતાની પુરૂષોની 800 મીટર દોડમાં કમાલનું પ્રદર્શન કરતા દેશને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અપાવ્યું. જ્યારે 100 મીટરની રજત વિજેતા દુતી ચંદે 200 મીટર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધું પરંતુ 400 મીટરની રજત વિજેતા હિમા દાસ ફાલ્સ સ્ટાર્ટને કારણ અયોગ્ય જાહેર કરવામાં આવી.

મનજીત અંતિમ 25 મીટરમાં ગજબનો ફર્રાટા લગાવ્યો અને ચાર એથ્લીટોને પાછળ છોડી મૂકતા ગોલ્ડ મેડલ જીતી લીધો. જૉનસને પણ અંતિમ મીટરમાં તેજી દેખાડી અને ફોટો ફિનિશમાં સિલ્વર મેડલ હાંસલ કરી લીધો. 28 વર્ષીય મનજીતનો આ પ્રથમ એશિયાઇ ખેલ ગોલ્ડ મેડલ છે.

કેરલનાં જૉનસને પણ પોતાનાં પ્રથમ એશિયાઇ ખેલ ચંદ્રક હાંસલ કર્યો. જૉનસન આ વર્ષે રાષ્ટ્રમંડળ રમતોમાં 5માં સ્થાન પર રહ્યાં હતાં. હરિયાણાનાં મનજીતે એક મિનીટ 46.15 સેકન્ડનો સમય લીધો. જ્યારે જૉનસને એક મિનીટ 46.35 સેકન્ડનો સમય લીધો. બહરીનનાં અબુબકાર અબ્દુલ્લા એક મિનીટ 46.38 સેકન્ડનો સમય લઇને ત્રીજા સ્થાન પર રહ્યાં.

You might also like