એશિયન ગેમ્સમાં બીજો દિવસઃ શૂટર દીપકકુમારે સિલ્વર પર નિશાન તાક્યું

જાકાર્તાઃ ૧૮મી એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. ભારતીય શૂટર રવિકુમાર અને દીપકકુમારે શાનદાર પ્રદર્શન કરતાં પુરુષોની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો, જેમાં દીપકકુમારે ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર જીતી લઈને ભારતને કુલ ત્રીજો મેડલ અપાવી દીધો છે.

ભારતના ખાતામાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ આવી ગયો છે. રવિએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ચોથું સ્થાન હાંસલ કર્યું, જ્યારે દીપક પાંચમા સ્થાને રહ્યો હતો.

જાપાન સામે પી. વી. સિંધુએ પ્રથમ મેચ જીતીઃ બેડમિન્ટનમાં આજે ભારતની મહિલા ટીમ જાપાન સામે મુકાબલો રમી રહી છે. પહેલા સિંગલ્સ મુકાબલામાં ભારતની પી. વી. સિંધુએ જાપાનની યામાગુચીને ૨૧-૧૮, ૨૧-૧૯થી હરાવી દઈને શાનદાર શરૂઆત કરી છે. બંને વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો. આ ભારત-જાપાન વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો છે.

You might also like