યુરોપિયન સેન્ટ્રલ બેન્કના રાહત પેકેજથી એશિયાઈ બજાર ઊછળ્યાં

અમદાવાદ: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા યુરોપિયન બજારમાં ગ્રોથ જોવાય તે માટે રાહત પેકેજના સંકેતોએ એશિયાઇ બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. એટલું જ નહીં ક્રૂડની કિંમતમાં આવેલા સુધારાએ ઇક્વિટી બજારને પણ સપોર્ટ કર્યો હતો.

દરમિયાન આજે શરૂઆતે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૫૨૭ પોઇન્ટ ઊછળ્યો હતો. એ જ પ્રમાણે હેંગસેંગ ઇન્ડેક્સ પણ ૨૬૭ પોઇન્ટ સુધર્યો હતો. એ જ પ્રમાણે સિંગાપોર, તાઇવાન અને દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં પણ સકારાત્મક ચાલ જોવા મળી હતી.

એ જ પ્રમાણે અમેરિકી શેરબજાર પણ સુધારે બંધ થયું હતું. ડાઉજોન્સ શેરબજાર ઇન્ડેક્સ ૧૫૫.૯૪ પોઇન્ટ, નાસ્ડેક ઇન્ડેક્સમાં પણ ૦.૩૭ પોઇન્ટનાે સુધારો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુરોપિયન સેન્ટ્રલ બેન્કની બેઠકમાં કોઇ મહત્ત્વનો નિર્ણય લેવાયો ન હતો, પરંતુ ઇસીબી પ્રેસિડેન્ટે જણાવ્યું કે ઇકોનોમીમાં મંદીનો ખતરો વધી રહ્યો છે. આગામી પોલિસીમાં રેટ અંગે સમીક્ષા તથા રાહત પેજ આપવાના સંકેતોએ એશિયાઇ બજારમાં તેજી જોવા મળી હતી.

You might also like