ચિંતા યથાવત્ઃ એશિયાઈ બજાર સુધર્યાં

અમદાવાદ: આજે એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર સુધર્યાં હતાં. સપ્તાહના છેલ્લા દિવસે ચીનનો સર્કિટ ફિલ્ટરનો નિયમ દૂર થતાં શાંઘાઇ ઇન્ડેક્સ સુધર્યો હતો. તેની અસર એશિયાનાં અન્ય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. જાપાનનો નિક્કી અને હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ પણ ઊછળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટૂંકા ગાળા માટે બજારમાં ભલે સુધારો નોંધાયો હોય, પરંતુ ચીનની ચિંતા એશિયાઇ સહિત વિશ્વનાં બજારમાં છે. દરમિયાન આજે શરૂઆતે જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં ૦.૨૮ ટકાનો સુધારો નોંધાયો હતો જ્યારે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૦.૮૮ ટકાનો સુધારો જોવાયો હતો તથા હેંગસેંગ શેરબજાર આંક ૨૦,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૨૦,૫૧૫ની સપાટીએ કારોબારમાં હતો.

You might also like