એશિયાઈ શેરબજાર અને ક્રૂડમાં સુસ્તીઃ સોનામાં સુધારો

અમદાવાદ: એશિયાનાં મોટા ભાગનાં શેરબજારમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો હતો. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વધતી તણાવની સ્થિતિ વચ્ચે શેરબજાર ઉપર પ્રેશર વધ્યું હતું. તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ ૧૧ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં ખૂલ્યો હતો, જોકે જાપાનનું શેરબજાર આજે બંધ છે.

અમેરિકામાં ક્રૂડનો સ્ટોક વધવાથી વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ૫૫ ડોલરની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ૧૧૮૩ ડોલરની સપાટી ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું. ડોલર ઇન્ડેક્સમાં નરમાઇના પગલે સોનામાં સુધારાની ચાલ જોવાઇ હતી.

દરમિયાન આજે સ્થાનિક બજારમાં સોનાએ ૨૯,૦૦૦ની સપાટી વટાવી અને રૂ. ૨૯,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પણ મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

You might also like