એશિયા કપ માટે નબીએ PSLમાંથી છૂટ્ટી લીધી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના મોહંમદ નબીને એશિયા કપ ટી-૨૦ ટૂર્નામેન્ટમાં રમવા માટે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં પોતાની ટીમ ક્વેટા ગ્લેડિએટર્સ પાસેથી થોડા દિવસની છૂટ્ટી લેવા મજબૂર કરી દીધો છે. અફઘાનિસ્તાનને આજે ફતુલ્લાહમાં સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) સામે પહેલી ક્વોલિફાયર મેચ રમવાની છે. નબીએ ગત મંગળવારે દુબઈમાં લાહોર ક્વેલેન્ડર્સ વિરુદ્ધ ૧૨ બોલમાં અણનમ ૩૦ રન બનાવીને પોતાની ટીમ ક્વેટાને જીત અપાવી હતી. તેણે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. નબી એશિયા કપમાં પોતાના દેશ માટે પીએસએલ જેવી જ ભૂમિકા િનભાવવા ઇચ્છે છે. તાજેતરના પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાનને મુખ્ય રાઉન્ડમાં રમવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. આ વખતે એશિયા કપ ટી-૨૦ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, જે આગામી મહિને ભારતમાં યોજાનાર ટી-૨૦ વિશ્વકપ પહેલાં તૈયારીઓ માટે આદર્શ મંચ સાબિત થશે.

You might also like