ધોનીની સિક્સર સાથે ભારતનો છઠ્ઠી વખત એશિયા કપ વિજય

ઢાકા :એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશ સામસામે છે. વરસાદનાં વિઘ્નનાં કારણે મેચ 15-15 ઓવરની કરી દેવામાં આવી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશી ટીમે હોમગ્રાઉન્ડ પર 120 રનનો સ્કોર બનાવ્યો હતો. પ્રાથમિક તબક્કે ધબડકા બાદ અંતિમ ઓવરોમાં બાંગ્લાદેશી ટીમનું વલણ આક્રમક રહ્યું હતું. જેનાં પગલે ટીમે 15 ઓવરનાં અંતે 120 રનનો સ્કોર બનાવ્યો હતો.

જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે 13.2 ઓવરમાં 2 વિકેટનાં નુકસાને જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. 121 રનનાં ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમને પહેલો ઝટકો રોહિત શર્માનાં સ્વરૂપે લાગ્યો હતો. અલ અમીને બીજી જ ઓવરમાં રોહિત શર્માની વિકેટ ઝડપી હતી. રોહિત સૌમ્ય સરકારનાં હાથે કેચ આઉટ થયો હતો. રોહિત માત્ર એક જ રન પર આઉટ થતા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગવાની સાથે તે થોડા દબાણમાં આવી ગઇ હતી. જો કે ત્યાર બાદ દિલ્હીનાં બે ધુરંધરો વિરાટ કોહલી અને શિખર ધવને મેચને આગળ ધપાવી હતી.

શિખર ધવન અને વિરાટ કોહલીએ પહેલા પગથીયે જ ડગમગી ગયેલી ટીમને એક સ્થિર કરી હતી. બંન્નેએ ટીમને એક મજબુત સ્કોર સુધી પહોંચાડી હતી. જો કે ધવન 44 બોલમાં 60 રન ફટકારીને તસ્કિન અહેમદનાં બોલમાં સૌમ્ય સરકારને કેચ આપી બેઠો હતો. જો કે ત્યાર બાદ ધોનીએ આવીને પોતાની કેપ્ટન ઇનિંગ રમી હતી. માત્ર 6 બોલમાં 20 રન ફટકારીને રસાકસીનાં તબક્કે આવી ગયેલી મેચને સરળ બનાવીને વિજય મેળવ્યો હતો.

એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશ સામસામે છે. વરસાદનાં વિધનનાં કારણે મેચ 15-15 ઓવરની કરી દેવામાં આવી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશી ટીમે હોમગ્રાઉન્ડ પર 120 રનનો સ્કોર બનાવ્યો હતો. પ્રાથમિક તબક્કે ધબડકા બાદ અંતિમ ઓવરોમાં બાંગ્લાદેશી ટીમનું વલણ આક્રમક રહ્યું હતું. જેનાં પગલે ટીમે 15 ઓવરનાં અંતે 120 રનનો સ્કોર બનાવ્યો હતો.

બાંગ્લાદેશની પહેલી વિકેટ આશીષ નેહરાએ લીધી હતી. જ્યારે ઓવરનાં છેલ્લા બોલમાં સોમ્ય સરકાર (14)નાં રૂપમાં આઉટ થઇ ગયો હતો. સોમ્ય સરકાર નેહરાનાં બોલમાં પંડ્યાને કેચ આપી બેઠો હતો. બીજી વિકેટમાં તમીમ ઇકબાલ (13)નાં સ્વરૂપે પડી હતી. જે બુમરાહે એલબીડબલ્યુ દ્વારા લીધીહ તી. ચોથી અને પાંચમી વિકેટ 12મી ઓવરનાં સળંગ બે બોલમાં પડી હતી. જાડેજાની ઓવરમનાં પહેલા રહીમ રન આઉટ થો હતો અને પછી તે પછીનાં જ બોલમાં કેપ્ટન મુર્તજા (0)નાં સ્વરૂપે કેચ આઉટ થઇ ગયો હતો.

જો કે ત્યાર બાદ મહેમદુલ્લા અને સબ્બીર રહેમાને ટીમને શરમજનક સ્કોરમાંથી બચાવી હતી. બંન્નેએ ખુબ જ ખંત પુર્વક ભાગીદારી ટકાવી હતી. મહમદુલ્લાએ 13 બોલમાં અણનમ 33 રનની ધુંઆધાર રમત રમી હતી. જ્યારે સબ્બીર રહેમાને 29 બોલમાં અણનમ 33 રન ફટકાર્યા હતા. જેનાં પગલે બાંગ્લાદેશની ટીમ 120 રનનાં સન્માનજનક સ્કોર પર પહોંચી હતી. ભારતની તરફથી અશ્વિન,નેહરા, બુમરાહ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

એશિયા કપની ફાઇનલ ટી-20 મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી છે. જો કે વરસાદનાં વિધ્નનાં કારણે મેચ ચાલુ થઇ શકી નહોતી. વરસાદ અટક્યા બાદ મેચ 15-15 ઓવરની કરીને ટુંકાવી દેવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે કે મેચ પહેલા ઢાકામાં અચાનક જ પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેનાં કારણે અંતે મેચ મોડી ચાલુ કરવામાં આવી છે. દરેક બોલર 3-3 ઓવર ફેંકી શકશે. જ્યારે 1.5 ઓવરનો પાવર પ્લે આપવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે આ મેચ બાંગ્લાદેશનાં બોલર દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનનાં કારણે પણ ખાસ્સી ચર્ચામાં રહી છે. જો કે ભારતીય ટીમ હાલ ઇનફોર્મ ચાલી રહી છે. ઉપરાંત તે રેકોર્ડ સ્થાપવા અને એશિયા કપની વિજેતા બનવા માટે મેદાને ઉતરશે.

બંન્ને દેશોની સંભવિત ટીમ

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા,આર.અશ્વિન, આશીષ નેહરા, જસપ્રિત બુમરાહ
બાંગ્લાદેશ: તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, શબ્બીર રહેમાન, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, મહમદુલ્લાહ, મશરફે મોર્તઝા (કેપ્ટન), મોહમ્મદ મિથુન, અલ અમીન હુસેન, અરાફત સન્ની, તાસ્કિન અહમદ.

You might also like