એશિયા કપમાં ભારત હોટ ફેવરિટઃ ૭૦ પૈસા ભાવ

અમદાવાદ: એશિયા કપનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, સટ્ટાબજારમાં ભારત અત્યારે હોટ ફેવરિટ છે. ભારતનો ભાવ 70 પૈસા છે. પાકિસ્તાનનો ભાવ રૂ.1 થી 1.10 પૈસા, શ્રીલંકાનો ભાવ રૂ.1.40 થી 1.50 પૈસા, બાંગ્લાદેશનો ભાવ રૂ. 2 અને યુએઈનો ભાવ રૂ. 5 ચાલી રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ પાકિસ્તાન સામે ભારત મેચ રમશે, તેમાં સટોડિયા ટોસથી માંડીને છેલ્લા બોલ સુધી વિવિધ પ્રકારના સટ્ટા રમશે. ટી-20 મેચોમાં સટોડિયા દ્વારા રમવામાં આવતા સટ્ટાની રકમના હિસાબ પૂરા થાય એટલે બીજા દિવસે આંગડિયા મારફતે તે રકમના હવાલા પાડવામાં આવતા હોય છે, જેમાં બેથી ત્રણ આંગડિયા પેઢીમાં સટોડિયાઓની ચિઠ્ઠીમાં હિસાબ રાખતા હોય છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એન્ફોર્સમેન્ટ વિભાગે વડોદરામાં દરોડો પાડીને ચાર બુકીઓને પકડ્યા હતા, જેમની તપાસમાં માત્ર બે માસમાં જ 2800 કરોડનો સટ્ટો માત્ર ગુજરાતમાં જ રમાયો હોવાનું બહાર આવ્યું હતું.

બુકીઓના મતે ટી-20 વર્લ્ડ કપ કરતાં એશિયા કપમાં ઓછો સટ્ટો રમાશે. ભારત બાદ બીજા ક્રમે પાકિસ્તાન, ત્રીજા ક્રમે શ્રીલંકાની ટીમ ફેવરિટ છે. આ ટી-20 મેચોમાં દરેક બોલ ઉપર ભાવ પંટરોને આપવામાં આવતા હોય છે. સામાન્ય રીતે પંટરો કોણ મેચ જીતશે તેના ઉપર અને ક્રિકેટરના સ્કોર ઉપર ભાવ લગાવતા હોય છે.  ક્રિકેટ સટ્ટા બે‌િટંગના સટો‌િડયાઓ સૌપ્રથમ ધંધો શરૂ કરતાં પહેલાં જે તે પોલીસ સ્ટેશનના વહીવટદારોનો સંપર્ક કરે છે. વહીવટદારો ચોક્કસ પ્રકારનો ફાયદો મેળવીને સટો‌િડયાઓને બુ‌િકંગ માટેની જગ્યાઓ શોધી આપે છે. વહીવટદારો દ્વારા સલામત સ્થળ પર પહોંચી બુકીઓ કારોબાર શરૂ કરે છે. મોટો ફાયદો મેળવનાર વહીવટદારો બુકીઓ સટો‌િડયાની સલામતીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારતા હોય છે.

ક્રિકેટ સટ્ટાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જામીન પર મુક્ત થઈ જાય છે. રેડ પાડીને પોલીસ મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યૂટર, ટીવી જેવાં ઈલેક્ટ્રો‌િનક સાધનો અને હિસાબની ડાયરી જેવા સટ્ટો જુગાર રમવાનાં સાધનો જપ્ત કરે છે.

You might also like