મહિલા હોકી એશિયાકપમાં ભારતની જીત, ચીનને 5-4થી હરાવ્યું

ન્યૂ દિલ્હીઃ ભારતીય હોકી ટીમે રવિવારે મહિલા એશિયા કપનાં ફાઈનલમાં ચીનને હાર આપી ખિતાબ પોતાનાં નામે કરી લીધો છે. ભારતે 13 વર્ષ બાદ આ ખિતાબ હાંસલ કર્યો છે. કાકામિગહારાના કાવાસાકી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારતે ચીનને પેનલ્ટી શૂટ આઉટમાં આકરો પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે 2018નાં યોજાનાર વર્લ્ડકપ માટે રમવા માટેની કાબેલિયત હાંસલ કરી લીધી છે.

ભારતીય ટીમ ચોથી વખત આ ટુર્નામેન્ટનાં ફાઇનલમાં પહોંચ્યું હતું. 1999માં દક્ષિણ કોરિયા સામે 2-3થી હાર થઈ હતી. જ્યારે 2004માં ભારત વિજેતા બન્યું હતું. 2009માં બેંગકોકમાં આયોજિત ટુર્નામેન્ટમાં ચીને ભારતને 5-3થી હાર આપી હતી. આ પહેલા નવજોત કૌરે પ્રથમ હાફમાં ગોલથી ટીમ ઈન્ડિયાને 1-0થી આગળ કરી દીધા હતાં. નવજોતે કૌરે 25મી મીનિટમાં શાનદાર ગોલ ફટકાર્યો હતો.

પેનલ્ટી શૂટઆઉટમાં ભારત તથા ચીનની ટીમ પાંચ-પાંચ મોકાઓ બાદ 4-4ની બરાબરી પર હતું. બંનેએ એક-એક મોકો ગુમાવ્યો હતો. ત્યાર બાદ સડેન ડેથનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ચીન ગોલ ના કરી શક્યું જો કે રાનીએ ગોલ કરતા ભારતને 5-4થી જીત અપાવી દીધી.

You might also like