ક્રિકેટના મેદાનમાં 19 સપ્ટેમ્બરે India અને Pakistan વચ્ચે ટક્કર

દુબઈઃ આગામી એશિયા કપમાં ગત ચેમ્પિયન ભારતની ટક્કર ૧૯ સપ્ટેમ્બરે ગ્રૂપ રાઉન્ડમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. આ જાહેરાત ગઈ કાલે આઇસીસીએ કરી છે. જોકે આના એક દિવસ પહેલાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ક્વોલિફાયર ટીમ સામે કરશે.

આનો મતલબ એ છે કે ભારતીય ટીમને આરામ કરવાની તક નહીં મળે. ભારતે ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે સતત બે મેચ રમવી પડશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનું આ ટૂર્નામેન્ટમાં રમવું નિશ્ચિત છે, જ્યારે બાકીના એક સ્થાન માટે યુએઈ, સિંગાપોર, ઓમાન, નેપાળ, મલેશિયા અને હોંગકોંગ વચ્ચે જંગ ખેલાશે.

ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમ, જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે. પ્રથમ મેચ દુબઈમાં ૧૫ સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ફાઇનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાશે. પ્રત્યેક ગ્રૂપમાં ટોચના બે સ્થાને રહેલી ટીમ સુપર ફોર માટે ક્વોલિફાય કરશે.

ગ્રૂપ રાઉન્ડ
૧૫ સપ્ટેમ્બર બાંગ્લાદેશ V/s શ્રીલંકા દુબઈ
૧૬ સપ્ટેમ્બર પાકિસ્તાન V/s ક્વોલિફાયર દુબઈ
૧૭ સપ્ટેમ્બર શ્રીલંકા V/s અફઘાનિસ્તાન અબુ ધાબી
૧૮ સપ્ટેમ્બર ભારત V/s ક્વોલિફાયર દુબઈ
૧૯ સપ્ટેમ્બર ભારત V/s પાકિસ્તાન દુબઈ
૨૦ સપ્ટેમ્બર બાંગ્લાદેશ V/s અફગાનિસ્તાન અબુ ધાબી

સુપર ફોર
૨૧ સપ્ટેમ્બર ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ દુબઈ
૨૧ સપ્ટેમ્બર ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ અબુ ધાબી
૨૩ સપ્ટેમ્બર ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ દુબઈ
૨૩ સપ્ટેમ્બર ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ અબુ ધાબી
૨૫ સપ્ટેમ્બર ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી વિજેતા દુબઈ
૨૬ સપ્ટેમ્બર ગ્રૂપ-એ રનરઅપ V/s ગ્રૂપ-બી રનરઅપ અબુ ધાબી
૨૮ સપ્ટેમ્બર ફાઇનલ અબુ ધાબી

You might also like