અશ્વિની લોહાણી હશે રેલ્વે બોર્ડનાં નવા ચેરમેન

નવી દિલ્હી : એક અઠવાડીયાની અંદર ઉત્તર પ્રદેશમાં સતત બે રેલ્વે દુર્ઘટના થયા બાદ રેલ્વે બોર્ડનાં ચેરમેન અશોક મિત્તલે રેલ્વે મંત્રી સુરેશ પ્રભુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ત્યાર બાદ એર ઇન્ડિયાનાં સીએમડી અશ્વિની લોહાણી રેલ્વે બોર્ડનાં નવા ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશનાં ખતૌલીમાં ઉત્કલ એક્સપ્રેસ અને કૈફિયત એક્સપ્રેસ રેલ્વે દુર્ઘટના બાદ રેલ્વે બોર્ડનાં અધ્યક્ષ એ.કે મિત્તલે રાજીનામું આપી દીધું હતું. એ.કે મિત્તલને જુલાઇ 2 વર્ષનું એક્સટેંશન મળતું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ સતત વધી રહેલી ટ્રેન દુર્ઘટનાની નૈતિક જવાબદારી લેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે એક પછી એક કરવામાં આવેલા ટ્વિટમાં પ્રભુએ ઇશારા ઇશારામાં જણાવ્યું કે તેઓ વડાપ્રધાન મોદીને રાજીનામું સોંપી શકે છે. તેમણે લખ્યું કે મોદીએ તેમને રાહ જોવા માટે જણાવ્યું છે.

You might also like