સેક્સ એક સામાન્ય પ્રક્રિયા : નેહરૂ અને ગાંધીજીનાં પણ અફેર હતા

નવી દિલ્હી : આપ નેતા આશુતોષ કુમરે સેક્સ સીડી આવ્યા બાદ કેબિનેટમાંથી બર્ખાસ્ત થયેલા સંદીપ કુમારનો બચાવ કર્યો હતો. આશુતોષે એક બ્લોગ લખીને સંદીપનાં બચાવમાં તર્ક આપ્યો હતો. એટલું જ નહી તેમણે આ સમગ્ર મુદ્દે સંમતીથી સેક્સ ગણાવીને ગાંધી, નેહરૂ અને વાજપેયીનો ઉલ્લેખ કરી સંદીપનાં બચાવનો પ્રયાસ કર્યો છે. સંદીપ કુમારને બર્ખાસ્ત કર્યા બાદ સોશ્યલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કેજરીવાલનું આ પગલું યોગ્ય હતું ? આશુતોષનો બ્લોગ પણ આ મુદ્દે આપમાં ફાડ પડી હોવાનો સંકેત આપી રહ્યો છે.

આશુતોષે પોતાનાં બ્લોગમાં સવાલ ઉઠાવ્યો છે કે જો બે વયસ્ક સંમતીથી સેક્સ કરે છે તો શું તે ગુનો છે ? સાથે જ તેમણે તે મુદ્દે ન્યૂઝ પેપર અને ટીવી ચેનલની હેડલાઇન બનાવવા અંગે પણ સવાલ ઉઠાવ્યો છે કે સેક્સ આપણી મુળ પ્રવૃતિનો એક ભાગ છે. જે રીતે આપણે ખાઇએ છીએ અને પીએ છીએ તે પ્રકારે સેક્સની ભુક પણ એક પ્રાકૃતિક ભુખ છે.

આશુતોષે પોતાની વાતને જસ્ટિફાઇ કરવા માટે ગાંધી,નેહરૂ અને વાજપેયી જેવા નેતાઓનું ઉદાહરણ પણ આપ્યું છે. આશુતોષે લખ્યું કે ભારતનો ઇતિહાસ આવા નેતાઓ અને નાયકોથી ભરેલો પડ્યો છે. તેમણે સામાજિક સંબંધો ઉપરાંત જઇને પોતાની ઇચ્છાઓની પુર્તિ કરી છે. આપ નેતાએ લખ્યું કે કેટલાક સહયોગી મહિલાઓ સાથે પંડિત નેહરૂનાં સંબંધો સાંભળવા મળે છે, પરંતુ તેનાં કારણે તેમનું રાજનીતિક કેરિયર પુરૂ નહોતુ થઇ ગયું.

એડવિના માઉન્ટબેટન સાથે તેમનાં સંબંધોની ખુબ ચર્ચા થઇ. આખુ જગ આ અંગે જાણે છે. નેહરૂ છેલ્લા શ્વાસ સુધી તેનાં આશિક હતા. શું તે પાપ હતું ? આશુતોષે ગાંધીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ઇતિહાસ તે વાતનો સાક્ષી છે કે 1910નાં દશકમાં ગાંધીજીનાં સરલા ચૌધરી સાથેના સંબંધો અંગે કોંગ્રેસનાં ટોપ લિડર્સ ચિંતિત હતા.

ગાંધીજીએ પણ સ્વિકાર્યું હતું કે સરતા તેની આધ્યાત્મિક પત્ની હતી. કસ્તુરબા ગાંધી પણ ડિસ્ટર્બ હતા. સી. રાજગોપાલાચારી અને બીજા સીનિયર નેતાઓએ આ મુદ્દે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તે લોકોએ તેને સરલાથી દુર રહેવા અંગે પણ સમજાવ્યું હતું. ત્યાર બાદનાં દિવસોમાં તેમણે બ્રહ્મચર્યનાં પ્રયોગ માટે તેઓ પોતાનાં બે ભત્રીજીઓ સાથે નગ્ન સુતા હતા. પંડિત નેહરૂએ તેમને કહ્યું હતું કે આવું ન કરો નહી તો દેશ તમારી વિરુદ્ધ થઇ જશે પરંતુ ગાંધીજી ન માન્યા.

આશુતોષે પોતાનાં લેખમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ અને વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આરએસએસની પરંપરા અનુસાર વાજપેયીએ લગ્ન નહોતા કર્યા, જો કે તેમણે સંસદમાં કહ્યું હતું કે, તેઓ બેચલર છે બ્રહ્મચારી નહી. ઉલ્લેખનીય છે કે આપનાં સંદીપ કુમારની સેક્સ સીડી સામે આવ્યા બાદ કેજરીવાલે તેમને મંત્રી પદ પરથી બર્ખાસ્ત કરી દીધા હતા. કેજરીવાલે આ પ્રકરણ અંગે ચર્ચા કરતા કહ્યું કે અમારી અંદર એક ગંદી માછલી હતી જેને પાર્ટીમાંથી કાઢી દેવાયા છે.

You might also like