આજે સવારે આશ્રમરોડ તેમજ ૧૩૨ ફૂટ રિંગરોડ બંધ રહેશે

અમદાવાદ: જે.પી. સ્પોર્ટસ દ્વારા રવિવારના રોજ ‘સુગર ફ્રી સાયકલોથોન’નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી અને સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી વલ્લભસદન સુભાષબ્રિજ સુધી આશ્રમરોડ તેમજ પ્રબોધ રાવળ સર્કલથી શિવરંજની ચાર રસ્તા સુધી બંને તરફનાં વાહન વ્યાવહાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરાંત વલ્લભસદનથી મીઠાખળી અંડરપાસ થઈ સી.જી. રોડ ગિરીશ કોલ્ડ્રિકસથી પરિમલ ગાર્ડન સુધીના રસ્તા ઉપર પણ બંને તરફનાં વાહન વ્યવહાર પર પ્રતિબંધ લાધ્યો છે.

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે જે.પી. સ્પોર્ટસ દ્વારા સાયકોલોથોનનું આયોજન કરાયું હોઈ સાયકોલોથોનના બે રૃટ નક્કી કરાયા છે. જેમાં એક રૃટમાં સાયકલોથોન વલ્લભસદન આશ્રમ રોડથી શરૃ થઈ ઉસ્માનપુરા થઈ સુભાષબ્રિજથી પ્રબોધ રાવળ સર્કલથી શિવરંજની ચાર રસ્તા સુધી રહેશે. આ રૃટ પર બંને તરફનાં વાહન વ્યવહારો સવારે છ વાગ્યાથી સવારનાં દસ વાગ્યા સુધી બંધ રહેશે. વૈકલ્પિક રૃટ તરીકે સાબરમતીથી આવતાં વાહનો પાવર હાઉસ સર્કલથી ચીમનભાઈબ્રિજ નીચે થઈ સુભાષબ્રિજ તરફ આવી શકશે. સોલા, સતાધાર તરફથી આવતા વાહનો એઇસી બ્રિજનાં નીચે થઈ નારણપુરા તરફ જઈ શકશે. ઘાટલોડિયા, ચાંદલોડિયા ગોતા તરફથી આવતાં વાહનો અખબારનગર અંડરપાસ ઉપર રેલ્વે લાઈન સમાતંર રોડ પર થઈ જઈ શકશે. અન્ય રૂટ વલ્લભસદનથી મીઠાખળી સર્કલ થઈ ગિરીશ કોલ્ડ્રિકસથી ડાબીબાજુ સી.જી. રોડ થઈ પચવંટી પાંચ રસ્તાથી પરિમલ ગાર્ડન થઈ યુ ટર્ન લઈ વલ્લભ સદન પરત ફરશે.

You might also like