અશ્વિની લોહાની હશે રેલ્વે બોર્ડના નવા ચેરમેન

નવી દિલ્હી: એક સપ્તાહની અંદર ઉત્તર પ્રદેશમાં સતત બે રેલ ઘટના થયા બાદ રેલ બોર્ડના ચેરમેન અશોક મિત્તલે રેલ મંત્રી સુરેશ પ્રભુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ત્યારબાદ એર ઇન્ડિયાના સીએમડી અશ્વિની લોહાની રેલ્વે બોર્ડના નવા ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે.

હકીકતમાં રેલ્વે બોર્ડના ચેરમેન પદ પર એકએ મિત્તલને બે વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું, ત્યારબાદ એમને 31 જુલાઇ 2018 સુધી આ પદ સંભાળવાનું હતું. જો કે ઉત્કલ એક્સપ્રેસ રેલ ઘટના પાછળ માનવીય ભૂલ સામે આવ્યા બાદ જ લોકોમાં ભારતીય રેલ અને રેલમંત્રી સુરેશ પ્રભુને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી કાર્યાલય પણ કડક કાર્યવાહીના પક્ષમાં હોય એવું લાગી રહ્યું છે. એવામાં રેલ્વે બોર્ડના
ચેરમેન મિત્તલ પર આભ પડે એ નક્કી હતું. સૂત્રો મુજબ, મિત્તલ છેલ્લા કેટલાક દિવસોછી સ્વાઇન ફ્લૂથી બીમાર રહેવાના કારણે રજા પર
હતા. જો કે તેમ છતાં તેઓ બુધવારે રેલ્વે ભલન પહોંચ્યા અને જરૂરી ફાઇલો પતાવ્યા બાદ રેલ્વેમંત્રી સુરેશ પ્રભુને પોતાનું રાજીનામું આપી દીધું.

જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં બુધવારે મોડી રાતે કેફિયત એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા. આજમગઢથી દિલ્હી આવી રહેલી આ ટ્રેન ઘટનામાં શિકાર થવાના કારણે ઓછામાં ઓછા 74 લોકો ઘાટલ થઇ ગયા. યૂપીમાં છેલ્લા પાંચ દિવસમાં આ બીજી મોટી ટ્રેન ઘટના છે.

You might also like