હાફિઝ સઇદે આતંકવાદીઓ માટે કોલ સેન્ટર શરૂ કર્યું, મોબાઇલ એપથી મજબુત કરશે નેટવર્ક

ઇસ્લામાબાદ: ગુપ્ત સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લશ્કર ચીફ હાફિઝ સઇદે ભારત વિરુદ્ધ 24 કલાક સક્રિય રહેવા માટે સાઇબર સેલ બનાવ્યું છે. આ સાઇબર સેલને તેણે જમાત-ઉદ-દાવા સાઇબર સેલ એવું નામ આપ્યું છે.

આ સાઇબર સેલ દ્વારા ભારતમાં આતંકી હુમલાઓને અંજામ આપવામાં આવશે. 26-27 ડિસેમ્બરે લાહોરમાં થનારી જમાત-ઉદ-દાવાની એક બેઠકમાં હાફિઝ આ અંગે જાણકારી આપશે.

એક મહિના પહેલાં જ લશ્કર-એ-તોયબાએ એક મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ જમ્મુ-કાશ્મીરમાં તેમના આંતકી સાથીઓ સાથે સંપર્ક સાધવા માટેનું એક સુરક્ષિત સાધન બની ગઈ છે.

You might also like