આશિષ નેહરાના ઘૂંટણની સર્જરી લંડનમાં થશે

નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર આશિષ નેહરાના જમણા ઘૂંટણની સર્જરી લંડનમાં થશે. બીસીસીઆઇ તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. નેહરાને આઇપીએલની એક મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. ૩૭ વર્ષીય નેહરા આઇપીએલ-૯માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. ગત ૧૫ મેએ કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચ દરમિયાન નેહરા એ વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે તે બોલ પકડવા માટે દોડ્યો હતો. આશિષ નેહરાના ઘૂંટણની ઈજા કેટલી ગંભીર છે એ અંગેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ તેને લંડનના હાડકાના નિષ્ણાત ડોક્ટર એન્ડ્રયુ વિલિયમ્સની સલાહ લેવા કહેવામાં આવ્યું છે. નેહરાની સર્જરીની તારીખ હજુ નક્કી નથી.

You might also like