આશિષ નેહરા 1લી નવેમ્બરથી લેશે સન્યાસ, ન્યૂઝીલેન્ડ સાથે રમશે છેલ્લી મેચ

ટીમ ઇન્ડીયાનાં દિગ્ગજ અને ફાસ્ટ બોલર આશીષ નેહરા આવતા મહિને જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 1લી નવેમ્બરે રમાનાર પ્રથમ ટી-20 મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. આ મેચ દિલ્હીનાં ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. એવામાં એવી અટકળો લગાવાઇ રહી છે કે આશીષ નેહરાની આ ફેયરવેલ મેચ હશે અને પોતાના હોમગ્રાઉન્ડ પર નેહરા અંતિમ મેચ ખેલશે.

આ પહેલા ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ 3 મેચોની ટી-20 સીરીઝ માટે ટીમ ઇન્ડીયામાં શામેલ કરેલ 38 વર્ષનાં આશિષ નેહરાની પસંદગી પર ક્રિકેટનાં દિગ્ગજોએ સવાલ ઊઠાવ્યા હતા, જેનાં બાદ નેહરાએ જણાવ્યું કે,”હું હજી પણ ફીટ છું અને ભારત માટે હજી પણ બે વર્ષ સુધી રમી શકું છું.”

બીસીસીઆઇનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નેહરાએ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને પોતાના આ મામલા વિશે જણાવી દીધું છે. આઇસીસી 2018માં વર્લ્ડ ટી-20નું આયોજન નહીં કરે અને એવામાં નેહરાએ ટીમ મેનેજમેન્ટને જણાવી દીધું કે હવે એ વાત ઉચિત રહેશે કે હવે ઘણું સારૂ પ્રદર્શન કરનાર જૂનિયર ખેલાડીઓને હવે રમવાનો ચાન્સ મળે. જેથી હવે નેહરા આગલા વર્ષથી હવે આઇપીએલમાં ભાગ નહીં લે.

You might also like