કોંગ્રેસ છોડનારાં આશાબહેન પટેલ આજે કેસરિયો ખેસ ધારણ કરશે

728_90

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનાર ડો. આશાબહેન પટેલ આજે અનેક રાજકીય અટકળો વચ્ચે વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ જશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને હરિયાણાના મુખ્યપ્રધાન એમ. એલ. ખટ્ટરની હાજરીમાં બપોરના બે કલાકે પાટણ ખાતે યોજાનારા ક્લસ્ટર સંમેલનમાં તેઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. આ સંમેલનમાં સંગઠનના મહામંત્રી ભીખુભાઇ દલસા‌િણયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપશે. સંમેલનમાં ત્રણ લોકસભા સીટ પાટણ-બનાસકાંઠાનો સમાવેશ કરાયો છે

મહેસાણા જિલ્લાના ર૧-ઊંઝા મતવિસ્તારનાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ડો. આશાબહેન ડી. પટેલે ગઈ કાલ સુધી આશાબહેને તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે વાતનો કોઈ જવાબ આપ્યો ન હતો. ગઈ કાલે સાંજે તેમણે તેમના નજીકના કાર્યકર્તાઓ સાથે ઊંઝા ખાતે એક બેઠક કરી હતી.

આ બેઠક ૧૩ ફેબ્રુઆરીએ મળવાની હતી, પરંતુ હાલમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિના પરિણામે વહેલી ‌િમ‌િટંગ કરવા કાર્યકરોએ સૂચન કરતાં બેઠક વહેલી ગોઠવી લીધી છે. હાલમાં ઊંઝા નગરપાલિકામાં અપક્ષનું શાસન છે એવું ચર્ચાઈ રહ્યું છે કે આશાબહેનના ભાજપમાં જોડાવાના કારણે ૧૬ થી ૧૭ નગરસેવક તેમની સાથે ભાજપમાં આવશે અને અન્ય સમર્પિત ભાજપના સભ્યોના ટેકાથી ઊંઝા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાશે.

ઊંઝાના રાજકારણમાં એકધારાં છેલ્લાં રપ વર્ષથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું રાજકીય વર્ચસ્વ ચાલી રહ્યું છે. એશિયાના સૌથી મોટા ગણાતા માર્કેટિંગયાર્ડમાં પણ હાલમાં નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન છે. હવે આશાબહેનના ભાજપમાં પ્રવેશથી ઊંઝાના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ગરમાવો આવશે.

You might also like
728_90