શાળાઅોમાં જૂન-૨૦૧૭ના સત્ર માટે RTE હેઠળના પ્રવેશ ફોર્મ અોનલાઈન ભરાશે

અમદાવાદ: શહેરની ૭૬૭ ખાનગી શાળામાં આગામી શૈક્ષણિક સત્ર જૂન-ર૦૧૭થી આરટીઇ પ્રવેશ પ્રક્રિયા ઓન લાઇન કરવામાં આવશે. ગરીબ અને વંચિત બાળકોના આરટીઇ પ્રવેશ પ્રક્રિયા હેઠળની ઓનલાઇન પ્રક્રિયાનાં માર્ગદર્શન અને મદદ માટે વિદ્યાર્થીના વાલીઓ માટે ૧પની વધુ હેલ્પ સેન્ટર મે માસથી કાર્યરત કરાશે. આગામી વર્ષે ૧૦,૦૦૦થી વધુ બાળકો ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવશે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ર૦૦૯ અંતગર્ત નબળા અને વંચિત વર્ગના બાળકને શાળાઓમાં રપ ટકા પ્રમાણે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ અંગે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે નવા સત્રથી ધો.૧માં આરટીઇ હેઠળ એડમિશન માટે અરજી વિદ્યાર્થીના વાલીઓએ કરવાની હોઇને તેમની મદદ અને માર્ગદર્શન માટે શહેરમાં કુલ ૧પથી વધુ હેલ્પ સેન્ટર કાર્યરત થશે. જેમાં તેમને ઓનલાઇન અરજી કરવા માટેની તમામ પ્રક્રિયા સરળતા સાથે સમજાવાશે. અને ફોર્મ પણ ભરી આપવામાં આવશે.

અગાઉનાં વર્ષોમાં ઓફ લાઇન પ્રવેશ પ્રક્રિયાના કારણે એડમિશન માટે ઘણી શાળાઓ ગરીબ અને વંચિત બાળકો હોવા છતાં નિયમો બતાવીને ધરાર વિદ્યાર્થીને ના પાડી દેતાં હોવાથી વ્યાપક ફરિયાદો તંત્રને મળી હતી ઘણાં બાળકો પસંદગીની શાળામાં પ્રવેશથી વંચિત રહી જતાં હતાં તો કેટલાક વહીવટી પ્રક્રિયામાં અટવાતાં પ્રવેશ રદ થઇ જતાં સુધી પહોંચ્યાં હતાં.

આરટીઇ હેઠળ ગત વર્ષ શહેરની ૭૬૭ ખાનગી શાળાઓમાં ૧૦,૧૪પ બાળકોને પ્રવેશ આપવાનું નક્કી કરાયું હતું. તેના માટે ૧૭ હજાર ફોર્મ વિતરણ થયા હતા. આરટીઇ હેઠળનાં ફોર્મ વિદ્યાર્થીના ઘરે મોકલવામાં આવે છે. ઓછું વય, જન્મ તારીખ, જાતિ પ્રમાણપત્ર પુરાવા સહિતનાં કારણસર ૯૦૦ ફોર્મ રિજેકટ થયાં હતાં.

ખાનગી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીને સરકાર ૧૦ હજારની મર્યાદામાં વિદ્યાર્થી દીઠ ફી શાળાને ફાળવે છે અને વાલીને શૈક્ષણિક સામગ્રી માટે રૂ.૩૦૦૦ ચુકવવામાં આવે છે. ઓનલાઇન પ્રક્રિયામાં પહેલો પ્રેફરન્સ અનાથ બાળકોને અપાશે. ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થી ઓબીસી એસસી એસટી વગેરે બાળકોને પણ પ્રવેશ અપાશે. વાલી તેના રહેણાકની ૧ કિલોમીટર આસપાસની પાંચ શાળાઓના વિકલ્પ આપી શકશે.
http://sambhaavnews.com/

You might also like