તારા હાથ માખણ જેવા અને ગાલ લાલ ટામેટા જેવા છે : આશારામે હોસ્પિટલમા છેડતી કરી

જોધપુર : જોધપુરથી મેડિકલ તપાસ કરાવવા માટે દિલ્હી એઇમ્સમાં પહોંચેલા આસારામને તપાસ પહેલા ડોક્ટરોએ તેને થોડુ ખવડાવવા જણાવ્યું હતું. જેથી એક નર્સ બ્રેડ અને બટર લઇને આવી હતી. જો કે આસારામે પોતાનું પોત ત્યાં પણ પ્રકાશ્યું હતું. ત્યાં પણ પોતનાં લક્ષણો દેખાડ્યા હતા. આસારામે બ્રેડ બટર હાથમાં લીધા બાદ જણાવ્યું હતું કે બટર પણ ઘણુ સોફ્ટ છે અને તું પણ બટર જેવી જ છે. તું બટર જેવી જ છે તારે માખણ લાવવાની ક્યાં જરૂર છે. તારા ગાલ પણ કાશ્મીરી સફરજન જેવા છે. તુ કાશ્મીરી હોઇશ.

આસારામનો વાણી વિલાસ સાંભળી નર્સ સ્તબ્ધ થઇ ગઇ ઙતી. જો કે આસારામે પોતાની લંપટલીલા ચાલુ રાખી હતી અને કહ્યું હતું કે મારામાં અશક્તિ આવી ગઇ છે. જેલવાસનાં કારણે 80 વર્ષનાં ડોસા જેવો થઇ ગયો છું. ઘરડો થઇ ચુક્યો છું. ડોક્ટર સાહેબ મારી સારવાર કરી દો, આટલી બધી તપાસ કરી લીધી. તો હવે કોઇ એવી દવા આપો કે હું પહેલા જેવો યુવાન થઇ જઉ.તો બીજી તરફ અધિકારીઓએ કહ્યું કે આશારામ તેમને વારંવાર વીડિયોગ્રાફી કરતા પણ અટકાવતો રહેતો હતો.

આસારામ દિલ્હીથી તપાસ કરાવીને શનિવારે જોધપુર પરત આવ્યો. એરપોર્ટ પરથી નિકળી પોલીસ વાનમાંથી બહાર આવવા માટે પણ તેને વ્હીલચેરની મદદ લેવી પડી હતી. ઉભા પણ થતુ ન હોવા છતા પોતાનો રંગીન મિજાજ એવોને એવો જ રહ્યો છે. વાનમાં આઠ પોલીસે ભેગા થઇને ઉચકીને બેસાડ્યો હતો. તેમ છતા પણ હજી પણ પોતાની લંપલલીલા ચાલુ રાખી હતી. હોસ્પિટલની નર્સને પણ છોડી નહોતી.

You might also like